વાંકાનેર: દિવાળીએ બાળકો પાસે વતનમાં જવાની પતિએ ના પડતાં પત્નીએ અનંતની વાટ પકડી
હળવદના ધુળકોટ ગામ નજીકથી 370 લીટર દેશી દારૂ, 1250 લિટર આથો અને બોલેરો સાથે એકની ધરપકડ, એકની શોધખોળ: 6.05 લાખનો મુદામાલ કબ્જે
SHARE
હળવદના ધુળકોટ ગામ નજીકથી 370 લીટર દેશી દારૂ, 1250 લિટર આથો અને બોલેરો સાથે એકની ધરપકડ, એકની શોધખોળ: 6.05 લાખનો મુદામાલ કબ્જે
હળવદના ધુળકોટ ગામની સીમમાંથી ઘાટીલા તરફ જવાના રસ્તા ઉપર સ્થાનિક પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 370 લીટર દેશી દારૂ અને 1250 લિટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો મળી આવેલ હતો જેથી પોલીસે દારૂ તેમજ દારૂની હેરફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતી બોલેરો ગાડી આમ કુલ મળીને 6,05,250 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હતું જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના ધુળકોટ ગામની સીમમાંથી ઘાંટીલા તરફ જવાના રસ્તા ઉપર વોકળાના કાંઠે ખરાબાની જગ્યામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 370 લીટર દેશી દારૂ તથા 1250 લિટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો મળી આવ્યો હતો અને દારૂની હેરાફેરી કરવા માટે સ્થળ ઉપરથી બોલેરો ગાડી નંબર જીજે 36 વી 6548 મળી આવતા પોલીસે દેશી દારૂ, આથો અને ગાડી આમ કુલ મળીને 6,05,250 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી યોગેશભાઈ ઉર્ફે યોગલો હિરાભાઇ છનુરા (30) રહે. જૂના ઘાટીલા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક દરમિયાન આ દારૂનો જથ્થો મોરબીમાં ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ નથુભાઈ સાલાણીને આપવાનો હતો તેવું સામે આવ્યું હતું જેથી બે શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે.