મોરબીના વજેપરમાં જુગાર રમતા ત્રણ શખ્સ રોકડ સાથે ધરપકડ
SHARE
મોરબીના વજેપરમાં જુગાર રમતા ત્રણ શખ્સ રોકડ સાથે ધરપકડ
મોરબીના વજેપર શેરી નંબર 13 માં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે 6300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા વજેપર શેરી નંબર 13 માં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કેવલભાઈ જયંતિલાલ ભલસોડ રહે. વાવડી રોડ કબીર આશ્રમ પાસે ભક્તિનગર-2 મોરબી, આર્યનભાઈ ભલાભાઇ ખીટ રહે. વાવડી રોડ ભગવતીપરા મોરબી અને યશભાઈ ઘનશ્યામભાઈ ગોહિલ રહે. વાવડી રોડ ગાયત્રીનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.