મોરબીના આમરણ ગામે અગાઉની માથાકૂટનો ખાર રાખીને યુવાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ચાબુક વડે મારમાર્યો
SHARE
મોરબીના આમરણ ગામે અગાઉની માથાકૂટનો ખાર રાખીને યુવાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ચાબુક વડે મારમાર્યો
મોરબીના આમરણ પાસે આવેલ ડાયમંડનગર વિસ્તારમાં રહેતા યુવાન સાથે નવરાત્રી દરમિયાન થયેલ માથાકૂટનો ખાર રાખીને તેણે ગાળો આપવામાં આવી હતી જેથી યુવાને ગાળો આપવાની ના પડતાં ઉશ્કેરાઈ ગયેલ શખ્સે ચાબુક વડે યુવાનને માથામાં અને ડોકના ભાગે માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી “આ રીતે દાઢી મુછો રાખીને ગામમાં ફરો છો તે બાબતે વાંધો છે” તેવું કહ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના આમરણ ગામ પાસે આવેલ ડાયમંડનગર વિસ્તારમાં રહેતા મનોજભાઈ વિરજીભાઈ પરમાર (30) નામના યુવાને ગુલામહુસેન અશરફમિયા બુખારી રહે. આમરણ વાળા સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, આરોપી સાથે નવરાત્રી દરમિયાન માથાકૂટ થઈ હતી જે બાબતનો ખાર રાખીને આરોપી ફરિયાદી પાસે આવ્યો હતો અને તેને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સે ચાબુક વડે ફરિયાદીને માથામાં અને ડોકના ભાગે મારમારીને ઇજા કરી હતી તથા જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને “આ રીતે તમે દાઢી અને મૂછો રાખીને ગામમાં ફરો છો તે બાબતે મને વાંધો છે” તેમ કહ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રિસિટિ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.