મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીના મકાનમાંથી 3.21 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ
ટંકારામાં બાંધકામ સાઇટ ઉપર દિવાલ તૂટી પડતાં એક શ્રમિકનું મોત, એકને ઇજા થતાં સારવારમાં
SHARE
ટંકારામાં બાંધકામ સાઇટ ઉપર દિવાલ તૂટી પડતાં એક શ્રમિકનું મોત, એકને ઇજા થતાં સારવારમાં
ટંકારામાં લતિપર ચોકડી પાસે બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે બાંધકામની સાઇટ ઉપર એક દીવાલ તૂટી પડી હતી જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં એક શ્રમિક યુવાનનું મોત નીપજયું છે અને એક ઇજા પામેલા શ્રમિકને સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.
ટંકારાની લતીપર ચોકડી પાસે કોર્ટની સામેના ભાગમાં નગરપાલિકાની હદમાં શોપિંગ સેન્ટર બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં બાંધકામ સાઇટ ઉપર શનિવારે કામ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર દીવાલ તૂટી પડી હતી જેથી કરીને કમલેશ અમલિયાર નામના યુવાનને ગંભરી ઇજા થઈ હતી જેથી કરીને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મધ્યપ્રદેશના રહેવાસી મુકેશ મૈડા નામના શ્રમિકને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે. આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.