મોરબીમાં જલારામ જયંતિના દિવસે જલારામ બાપાની ધામધુમથી શોભાયાત્રા નીકળશે: શોભાયાત્રા સમિતિ
મોરબીનાં રૂચિરભાઈ કારીયાને બિહારની ચુંટણીમાં પટના ખાતે વિશેષ જવાબદારી સોંપાઈ
SHARE
મોરબીનાં રૂચિરભાઈ કારીયાને બિહારની ચુંટણીમાં પટના ખાતે વિશેષ જવાબદારી સોંપાઈ
હાલ બિહારમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ છે ત્યારે સમગ્ર દેશમાંથી ભારતીય જનતા પાર્ટીનાં મહત્વના હોદેદારો બિહારનાં પ્રવાસે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતનાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હાલ ભારતનાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ સહીતનાં ભાજપના કાર્યકર્તાઓ બિહાર ચુંટણીમાં ક્યાંકને ક્યાંક જવાબદારી આપવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ ભાજપનાં પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા હાલ બિહારનાં સંગઠન મહામંત્રી છે. ત્યારે મોરબી લોહાણા સમાજનાં યુવા અગ્રણી અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપનાં કારોબારી સદસ્ય રૂચિરભાઈ કારીયાને પણ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જવાબદારી મળતા રૂચિરભાઈ કારીયા હાલમાં બિહારનાં પટના ખાતે પ્રદેશ કાર્યાલયમાં બિહાર પ્રદેશ યુવા મોરચાના પદાધિકારીઓની સાથે સંગઠનાત્મક કાર્યમાં જવાબદારી સાંભળી રહ્યા છે.