મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ જયંતીએ 60 વર્ષથી વધુની ઉમરના લોહાણા સમાજના દરેક વડીલોની વંદનાનો કાર્યક્રમ યોજાશે 


SHARE











મોરબીમાં જલારામ જયંતીએ 60 વર્ષથી વધુની ઉમરના લોહાણા સમાજના દરેક વડીલોની વંદનાનો કાર્યક્રમ યોજાશે 

મોરબીમાં શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ (2025) દ્વારા જલારામ જયંતીની ઉજવણી દર વર્ષની જેમ જ કરવામાં આવશે જેથી તેના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સવારથી લઈને સાંજ સુધીના ભરચક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવા માટે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આયોજકોએ કહ્યું હતું કે, જલારામ જયંતીએ વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવામાં આવશે અને વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાશે.

સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તા. 29 ઓક્ટોબરને બુધવારના રોજ મોરબીમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે આયોજનની રૂપરેખ આપવા માટે આજે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિરે આયોજકો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, દર વર્ષે ધામધુમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે ઉજવણી કરવામાં આવશે. અને જલારામ જયંતિના દિવસે જલારામ પ્રાર્થના મંદીર ખાતે મહાયજ્ઞ, અન્નકુટ દર્શન તેમજ મહાઆરતી, વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવામાં આવશે, જોકે, છેલ્લે એક માહિનામાં લોહાણા સમાજના 12 વડીલોના અવસાન થયેલ છે જેથી આ વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ જલારામ મંદિર ખાતે વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાશે. મોરબી લોહાણા સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત જ્ઞાતિની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન- મોરબી સહીતની વિવિધ સંસ્થા દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું તા. 29 ને જલારામ જયંતિના દિવસે આયોજન કરવામાં આવ્યું છે અને બપોરે 4 કલાકે જલારામ ધામ મોરબી ખાતે આ કાર્યક્રમ યોજાશે. જેમાં મોરબીમાં વસતા લોહાણા સમાજના 60 વર્ષથી ઉપરની ઉમરના દરેક વડીલોની વંદના કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્મિતભાઈ કકકડ, ગીરીશભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવિનભાઈ ઘેલાણી, અશોકભાઈ પાવાગઢી, હરીશભાઈ રાજા, હસમુખભાઇ પૂજારા, રમનિકભાઇ ચંડીભમ્મર સહીતના આગેવાનો તેમજ મહિલા પાંખ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી રહી છે.

ઉલેખનીય છે કે, સમાજના વડીલોએ જ્ઞાતિના વિકાસમાં પોતાનુ અમૂલ્ય યોગદાન આપ્યું છે ત્યારે તેમની વડીલ વંદન કરવી તે સમાજની જુદીજુદી સંસ્થાઓનું કર્તવ્ય છે, અને મોરબીમાં રહેતા  લોહાણા સમાજના 60 વર્ષથી મોટી ઉમરના વડીલોની માહિતી વોટ્સએપ અથવા ટેક્ મેસેજના માધ્યમથી તા.27 ને સોમવાર સુધીમાં આપવા માટે આયોજકોએ જણાવ્યુ છે  અને તમા વડીલનું નામ, જન્મ તારીખ, સરનામુ અને મોબાઈલ નંબર આપવાના રહેશે અને આ માહિતી હરીશભાઈ રાજા (કાર્યવાહક પ્રમુખ-લોહાણા મહાજન મો.9879818415), નરેન્દ્રભાઈ રાચ્છ (મંત્રી-શ્રી લોહાણા મહાજન મો. 9428277694), હસુભાઈ પુજારા (પ્રમુખ-અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના મો. 9998340191), રમણીકભાઈ ચંડીભમર (ટ્રસ્ટી-શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ મો. 9825222913), કીશોરભાઈ ચંડીભમર (અગ્રણી-જલારામ ધામ મો. 9825222925), પપ્પુભાઈ ચંડીભમર (પૂર્વ પ્રમુખ-શ્રી રઘુવંશી યુવક મંડળ મો. 9879355410), કીશોરભાઈ ઘેલાણી (અગ્રણી-શ્રી જલારામ સેવા મંડળ મો. 9428280170), અનિલભાઈ સોમૈયા (અગ્રણી-શ્રી જલારામ સેવા મંડળ મો. 8511060066)), ભાવનાબેન સોમૈયા (પ્રમુખ-શ્રી જલારામ ધામ મહિલા મંડળ મો. 9429578412), ચંદ્રીકાબેન માનસેતા (અગ્રણી-શ્રી જલારામ ધામ મહિલા મંડળ મો. 9726795267)ને મોકલાવવાની રહેશે.






Latest News