ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતાર્થે ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ કરવા કાંતિભાઈ બાવરવાની માંગ
મોરબી નજીક મચ્છુ નદીના પાણીમાં ડૂબી જવાથી વજેપરના વૃદ્ધાનું મોત
SHARE
મોરબી નજીક મચ્છુ નદીના પાણીમાં ડૂબી જવાથી વજેપરના વૃદ્ધાનું મોત
મોરબીના લીલપર રોડ ઉપર આવેલ સ્મશાનની પાછળના ભાગમાં આવેલ મચ્છુ નદીમાં મહિલાની લાશ પડી હતી જેથી આ બનાવની ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી માટે ફાયરની ત્યાં પહોચી હતી અને મહિલાની લાશને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને મૃતક મહિલા વજેપર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.
મોરબીના લીલપર રોડ ઉપર આવેલ સ્મશાનની પાછળના ભાગમાંથી મચ્છુ નદી પસાર થાય છે ત્યારે પાણીમાં કોઈ અજાણી મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને સામાજિક કાર્યકર જગદીશભાઈ બાંભણીયા,રાજુભાઈ દવે અને મુન્નાભાઈ ત્યાં દોડી ગયા હતા અને આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી જેથી ફાયરની ટીમે ત્યાં આવી હતી અને પાણીમાં પડેલ મહિલાની લાશને બહાર કાઢવામાં આવી હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને અજાણી વૃદ્ધાની લાશ હોવાથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામા આવતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઇ મકવાણા અને દિનેશભાઇ ડાંગર મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ કરી રહ્યા હતા તેવામાં આ મૃતક મહિલાનું નામ શાંતાબેન તળશીભાઈ ચાવડા (85) રહે. વજેપર શેરી નંબર 11 મોરબી વાળા હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.