મોરબી નજીક બાઇકને હડફેટે લઈને તરુણનું મોત નીપજવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના બેલા ગામે મિત્રને ગાળો આપનારા શખ્સને ગાળો બોલવાની ના કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો: જાનથી માર નાખવાની ધમકી
SHARE
મોરબીના બેલા ગામે મિત્રને ગાળો આપનારા શખ્સને ગાળો બોલવાની ના કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો: જાનથી માર નાખવાની ધમકી
મોરબીના બેલા (રંગપર) ગામે રહેતો યુવાને તેના મિત્ર સાથે શેરીમાં બેઠો હતો ત્યારે ત્યાં આવેલ અન્ય બે શખ્સ દ્વારા યુવાનના મિત્રને ગાળો આપવામાં આવતી હતી જેથી યુવાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બંને શખ્સો દ્વારા યુવાનને ગાળો આપીને તેની સાથે જપાજપી કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાં આવેલા બીજા બે શખ્સો દ્વારા લાકડી વડે યુવાનને માર મરવામાં આવેલ હતો અને આટલું જ નહીં પરંતુ યુવાનને બચાવવા માટે તેના બા વચ્ચે પડતા તેને પણ ધક્કો મારીને પાડી દીધા હતા અને ચારેય શખ્સોએ છુટા પથ્થર અને લાકડી વડે માર મારીને યુવાનને ઇજા કરીને હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે રહેતા મેહુલભાઈ જયેશભાઈ આચાર્ય (37) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિવેકભાઈ માધાભાઈ રબારી, જેમલભાઈ જીવણભાઈ રબારી, જગદીશભાઈ જીવણભાઈ રબારી અને નવઘણભાઈ ખોડાભાઈ રબારીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તે પોતાના મિત્ર સાહિલ સાથે શેરીમાં બેઠો હતો.દરમિયાન વિવેકભાઈએ ત્યાં આવીને ફરિયાદીના મિત્ર સાહિલને મશ્કરીમાં ગાળો આપી હતી જ્યારે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા તે બાબતનો ખાર રાખીને વિવેકભાઈ અને જેમલભાઈએ ફરિયાદીને ગાળો આપી હતી અને તેની સાથે જપાજપી કરી હતી ત્યારબાદ જગદીશભાઈ અને નવઘણભાઈ ત્યાં લાકડી લઈને આવ્યા હતા અને ફરિયાદીને શરીર ઉપર આડેધડ લાકડી વડે માર માર્યો હતો ત્યારે ફરિયાદીને બચાવવા માટે તેના બા કનકબેન વચ્ચે પડતા તેને જેમલભાઈએ ધક્કો મારીને નીચે પછાડી દીધા હતા અને ચારેય આરોપીઓ દ્વારા છુટા પથ્થરના ઘા કરીને તેમજ લાકડી વડે મારમારીને જાનથી મારી નાખવાની ફરિયાદીને ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.