વાંકાનેરમાં નજીવી વાતમાં યુવાનની દુકાને જઈને બે શખ્સોએ ઝાપટો મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં રહેતા પ્રવિણસિંહ ઝાલાનું ધ્રોલ દિપસિંહજી રાજપુત છાત્રાલય ખાતે કરાયું વિશેષ સન્માન
SHARE
મોરબીમાં રહેતા પ્રવિણસિંહ ઝાલાનું ધ્રોલ દિપસિંહજી રાજપુત છાત્રાલય ખાતે કરાયું વિશેષ સન્માન
દિપસિંહજી રાજપુત છાત્રાલય ધ્રોલ ભાયાત દ્વારા વિદ્યાર્થી સત્કાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય સંયોજક પ્રવિણસિંહ ઝાલા (સાદુરકા-મોરબી)નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજા (ધારાસભ્ય-જામનગર), રાજ્યસભા સાંસદ અને વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલા, આઈપીએસ મનોહરસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, મુળુભા જાડેજા પરિવાર, ધ્રોલ યુવરાજ, મહારાણી શૈલીદેવી ધ્રોલ, જામનગર જિલ્લા રાજપુત સમાજના પ્રમુખ પી.એસ.જાડેજા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.