મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન છોટે વીરપુર મોરબીમાં આજે જલારામ જયંતીની ઉજવણી નિમિતે કાર્યક્રમોની વણજાર: કેક કટિંગ, મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ યોજાશે હળવદના માથક ગામે પરણીતાએ અગમ્ય કારણોસર ભર્યું અંતિમ પગલું મોરબીમાંથી દારૂની 6 બોટલ સાથે એક શખ્સ પકડાયો: 6600 નો દારૂ કબ્જે ટંકારામાં સાંથણીમાં મળેલ જમીનના વેચાણ પછી થયેલ વાંધા અરજીને ગ્રાહ્ય રાખીને રેવન્યુ રેકર્ડમાં પડેલ નોંધ રદ્દ વાંકાનેર 108 ટીમે 60 વર્ષના માજીનો જીવ બચાવ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નજીવી વાતમાં યુવાનની દુકાને જઈને બે શખ્સોએ ઝાપટો મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE



























વાંકાનેરમાં નજીવી વાતમાં યુવાનની દુકાને જઈને બે શખ્સોએ ઝાપટો મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરમાં આવેલ આશિયાના સોસાયટીમાં રહેતા યુવાનના દીકરાનો અકસ્માત થયો હતો અને જેની સાથે અકસ્માત થયો હતો તેને પિતા સહિત બે શખ્સો યુવાનની દુકાને આવ્યા હતા અને તેને ગાળો આપીને ઝાપટો મારી હતી તથા ટાંટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આશિયાના સોસાયટીમાં રહેતા ઈરફાનભાઇ દાઉદભાઈ માલકીયા (49)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ઇરફાનભાઇ અબ્દુલભાઈ કાજી તથા વસીમભાઈ અબ્દુલભાઈ કાજી રહે. બંને સલોત શેરી વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના દીકરાનો આરોપીના દીકરા સાથે અકસ્માત થયો હતો જે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓ ફરિયાદીની વાંકાનેર મેઇન બજારમાં હરિદાસ રોડ ઉપર દુકાન આવેલ છે ત્યાં બંને આરોપી આવ્યા હતા અને ફરિયાદીને ગાળો આપીને બેથી ત્રણ ઝાપટો મારી હતી તથા મુંઢ માર માર્યો હતો અને ટાંટિયા ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News