વાંકાનેર 108 ટીમે 60 વર્ષના માજીનો જીવ બચાવ્યો
SHARE
વાંકાનેર 108 ટીમે 60 વર્ષના માજીનો જીવ બચાવ્યો
વાંકાનેરમાં 60 વર્ષના માજી જયાબેન સામજીભાઈને ઝાડા ઉલ્ટી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમની તબિયત અત્યંત ગંભીર બની હતી અને ફેફસા ઓક્સિજન મેન્ટેન કરી ન શકતા હતા જેથી તેઓને સવારે 10:51 કલાકે વાંકાનેરની સરકારી હોસ્પિટલથી તાત્કાલિક 108 પર કોલ કરવામાં આવ્યો હતો. ડૉ. રોહનની માહિતી મુજબ વૃદ્ધની તબિયત ઝડપથી ખરાબ થતી હતી તેમને જણવ્યું હતું કે આ દાદીની તબિયત વધુ ખરાબ છે તેઓને 108 મા રીફર કરવામાં આવ્યા હતા અને 108 ના ERCP ડૉ. પરમારના માર્ગદર્શન હેઠળ 108 ટીમ EMT પ્રવિણભાઈ મેર અને પાઇલટ ઇવરાજસિંહ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પ્રાથમિક સારવાર શરૂ કરી હતી અને માજીને વાંકાનેરથી રાજકોટ લઈ જતી વખતે તેમની તબિયત ફરી એકવાર બગડતાં ટીમે માર્ગમાં જ અગત્યની સારવાર આપી અને તેમનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદમાં વધુ સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.