મોરબીમાંથી દારૂની 6 બોટલ સાથે એક શખ્સ પકડાયો: 6600 નો દારૂ કબ્જે
SHARE
મોરબીમાંથી દારૂની 6 બોટલ સાથે એક શખ્સ પકડાયો: 6600 નો દારૂ કબ્જે
મોરબીમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની 6 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6,600 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપીને પકડીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડિવિઝન પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં નજરબાગ ફાટક સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 6 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 6,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રવિભાઈ ઉર્ફે ઘુચરી રાજુભાઈ રાઠોડ (26) રહે. સોઓરડી વરિયાનગર મસ્જિદ વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાગ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
વરલી જુગાર
મોરબી તાલુકાના જુના રફાળેશ્વર રોડ ઉપર રામાપીરના ઢોરા પાસે વરલી જુગારી રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નીતિનભાઈ ધીરુભાઈ અગેચાણીયા (22) રહે. કબીર ટેકરી શેરી નંબર-2 મોરબી વાળો વરલી જુવારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.









