આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન
SHARE
આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન
મોરબીમાં જલારામ બાપાની 226 મી જન્મજયંતિ નિમિતે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 29 ને બુધવારના રોજ બપોરે 2:30 કલાકે મોરબીમાં આવેલ શ્રી દરિયાલાલ પ્રભુજીના મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ નહેરુ ગેઈટ ચોક, શાક માર્કેટ, ગાંધીચોક, વસંત પ્લોટ, રવાપર રોડ, બાપા સીતારામ ચોક, નવા બસસ્ટેન્ડ, સરદાર બાગ, અયોધ્યા પુરી રોડ થઈને જલારામ મંદિર ખાતે આ શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવશે.
મોરબીમાં જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ દ્વારા આજે જલારામ જયંતિ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રાનું શહેરમાં ઠેરઠેર સ્વાગત તેમજ જલારામ બાપાનું પૂજન કરવામાં આવશે, બાપા સિતારામ ચોક ખાતે સુપ્રસિધ્ધ કલાકારોના લાઈવ પર્ફોમન્સ સાથે મહાઆરતી તેમજ સરદાર બાગ ખાતે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા આરતી કરવામાં આવશે. તેમજ શહેરના નગર દરવાજા ચોકમાં અને નવા બસ સ્ટેશન ખાતે આતશબાજી કરાશે. આ શોભાયાત્રામાં નાસિક ઢોલ, જલારામ બાપાનો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ રામ દરબાર, શિવ દરબાર અને જલારામ બાપા તેમજ વીરબાઈ માઁ નો વેશ ધારણ કરીને બાળકો આવશે તે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતીની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને આ શોભાયાત્રામાં તમામ રઘુવંશીઓને જોડાવા માટે આયોજકોએ આહવાન કર્યું છે.









