આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન
મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું
SHARE
મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું
મોરબીના રફાળેશ્વર ગામે રહેતી પરણીતા વારંવાર તેના પતિને ફોન કરતી હતી જેથી તેના પતિએ પરિણીતાને ઠપકો આપ્યો હતો તે બાબતે તેને લાગી આવતા મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા રોશનીબેન વિકીભાઈ કઠેરીયા (27) નામની પરણીતાએ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એસ. તિવારી ચલાવી રહ્યા છે અને પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો દોઢ વર્ષનો છે અને તેને આઠ માસનું બાળક છે જો કે, મૃતક પરણીતા દિવાળીના તહેવાર ઉપર પોતાના વતનમાં ગઈ હતી અને ત્યાંથી પરત આવ્યા બાદ તે તેના પતિને કામ ઉપર હોય ત્યારે વારંવાર ફોન કરતી હતી જે બાબતે તેના પતિએ તેને ઠપકો આપ્યો હતો તે બાબતે મહિલાને લાગી આવતા પરણીતાએ પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.









