મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું
મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત
SHARE
મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત
મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે એસિડ પી ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે વૃદ્ધનું મોત નીપજયું હતુ જે બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.
મોરબી શહેરના જેલ રોડ ઉપર સબજેલની સામેની ભાગમાં રહેતા મોતીબેન ધમાભાઈ મકવાણા (70) નામના વૃદ્ધા ગઈકાલે કોઈ કારણોસર પોતે પોતાની જાતે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે એસિડ પી ગયા હતા જેથી તેઓને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં સારવાર કરગત ન નિવડતા તે વૃદ્ધાનું મોત નીપજયું હતું આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.