મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી મોરબીના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીંબુની સફળ ખેતી: ૧ લાખથી વધુની આવક મેળવી મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન
Breaking news
Morbi Today

કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા


SHARE



























છેલ્લા દિવસોમાં ગુજરાતના દરેક જિલ્લામાં વરસાદ થયો છે જેથી કરીને ખેડૂતોના ઉભા પાકને અને જણસને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે મંત્રીઓ દ્વારા તેઓની મદદ કરવાના નામે ફોટોસેશન કરીને તાયફા કરવામાં આવે છે તેઓ આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ મોરબીમાં યોજેલ પત્રકાર પરિષદમાં કર્યો હતો.

મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાની પત્રકાર પરિષદ યોજાઇ હતી ત્યારે તેઓની સાથે કોંગ્રેસના આગેવાન મુકુલ વાસનિક અને તુષાર ચૌધરી તેમજ માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને મહમદજાવેદ પીરજાદા તથા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા, માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે અમિતભાઈ ચાવડાએ કહ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે મોટાભાગના જિલ્લાઓની અંદર ખેડૂતોના ખેતરમાં કપાસ, મગફળી સહિતના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

એક બાજુ ગુજરાતના ખેડૂતો લોહીના આંસુએ રડી રહ્યા છે કેમ કે, તેઓનો સંપૂર્ણ ઉભો પાક કમોસમી વરસાદના કારણે બળી ગયો છે અને નુકસાન થયું છે ત્યારે સરકાર કે જે માય બાપ કહેવાય તે તેઓની મદદ કરવાના બદલે તેઓની સ્થિતિ અને પરિસ્થિતિની મજાક ઉડાવતી હોય તેવી પરિસ્થિતિ ગુજરાતમાં છે જેથી ખેડૂતોમાં સરકાર પ્રત્યે આક્રોશની લાગણી છે હાલમાં સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સહાય ચૂકવવાની જરૂર છે ત્યારે ખેડૂતોને મદદરૂપ થવાના બદલે સરકારના મંત્રીઓ દ્વારા ખેડૂતોના ખેતર સુધી જઈને જાણે કે તાયફા કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.

અંતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે કહ્યું હતું કે, તાજેતરમાં એક વીડિયોની અંદર મગફળીનો પાક પલળી ગયો હતો ત્યાં ગયેલા મંત્રીએ મગફળી ગંધાય છે તેનો અહીંથી નિકાલ કરો તેવું કહ્યું હતું અને બીજી બાજુ બીજા એક મંત્રી હોલ બુટ જેવા ગમ શુઝ પહેરીને જાણે ફોટોસેશન કરાવવા માટે ખેડૂતોના ખેતરે પહોંચ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો આમ ખેડૂતોની પરિસ્થિતિ અને ખેતીની સ્થિતિનો મજાક બનાવનારા મંત્રીઓને જોઈને હવે તો ખેડૂતો પણ કહે છે કે ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી.






Latest News