મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી મોરબીના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીંબુની સફળ ખેતી: ૧ લાખથી વધુની આવક મેળવી મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા


SHARE



























મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા

મોરબીમાં વિશાળ જનમેદની વચ્ચે કોંગ્રેસની જન આક્રોશ સભા યોજાઇ: ભાજપને આડે હાથે લેતા કોંગ્રેના આગેવાનો: અસ્તિત્વ ટકાવી રાખવા જજૂમી રહેલા સિરામિક ઉદ્યોગને ટકાવી રાખવા ઉદ્યોગકારો વતી કરી  સરકાર સમક્ષ માંગ: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તેની ટીમની પીઠ થપથપાવતા પ્રદેશના આગેવાનો

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સ્નેહમિલન સાથે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખે ઝૂલતા પુલ દુર્ઘટનાની ત્રીજી વરસી આવી ગઈ છે તો પણ ભોગ બનેલા લોકોના પરિવારજનો ન્યાયને ઝંખી રહ્યા છે અને બીજી બાજુ આજ સુધી ભાજપના એક પણ કાઉન્સિલર કે નેતા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી લોકોમાં આક્રોશ છે અને વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ હાલ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જજુમી રહ્યો છે ત્યારે આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે જીએસટીનો ઘટાડો કરીને 5 ટકાના સ્લેબમાં સિરામિકને લઈ આવવામાં આવે તેવી ઉદ્યોગકારો વતી તેઓએ સરકાર સમક્ષ સભાના મંચ ઉપરથી માંગ કરી હતી.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ પંચાસર ચોકડી પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા અને તેઓની ટીમ દ્વારા કોંગ્રેસ પરિવારના સ્નેહમિલનનું અને જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક તથા તુષારભાઈ ચૌધરી સહિતના કોંગ્રેસના આગ્રણીઓ હાજર રહ્યા હતા અને સહુ કોઈએ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું તે ઉપરાંત કમોસમી વરસાદના કારણે ઉભી થયેલ પરિસ્થિતિ વચ્ચે સરકારના મંત્રીઓ જે તાયફાઓ કર્યા છે તેને ધ્યાને રાખીને ભાજપને આડેહાથ લેવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આવતીકાલે તા 30/10/2025 ના રોજ મોરબી સહિત ગુજરાત નહીં પરંતુ દેશને હચમચાવી નાખનાર ઝુલતા કુલ દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે ત્રણ વર્ષ પછી પણ આજે ભોગ બનેલ લોકોના પરિવારજનો ન્યાયને ઝંખી રહ્યા છે. જો કે, જ્યારે દુર્ઘટના બની હતી ત્યારે પાલિકામાં 52 ને 52 ભાજપના સભ્યો હતા તેમ છતાં પણ ભાજપના એક પણ સભ્ય કે આગેવાન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ! જેથી કરીને ભોગ બનેલા પરિવારોને વહેલી તકે ન્યાય મળે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.

મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ પથરાયેલ છે જે આજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જજૂમી રહ્યો છે અને ઘણા બધા સીરામીકના કારખાના બંધ થઈ ગયા છે ત્યારે સિરામિક ઉદ્યોગ વતી સરકાર સમક્ષ માંગ કરીને સિરામિક પ્રોડક્ટને 18 ટકાના જીએસટીના સ્લેબમાંથી ઘટાડીને 5 ટકાના સ્લેબમાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે અને કહ્યું હતું કે જો રાજસ્થાનની મરબલ પ્રોડક્ટ 5 ટકામાં આવે તો પછી મોરબીનો સિરામિક ઉદ્યોગ 5 ટકાના સ્લેબમાં કેમ લેવામાં આવતો નથી તે વિચારવા જેવુ છે. અને અંતમાં તેઓએ આગામી સમયમાં આવનાર જિલ્લા અને તાલુકા પંચાયત તથા મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાને રાખીને કહ્યું હતું કે, પૂરી તાકાત સાથે કોંગ્રેસ ચૂંટણીઓ લડશે અને જીતશે. 

આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા, માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા, મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અમુભાઈ હુંબલ, જિલ્લા પંચાયત સભ્ય નયનભાઈ અઘારા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા તેમજ મહંમદ જાવીદ પીરજાદા, મહેશભાઈ રાજકોટિયા, જીવણભાઈ કુંભારવાડીયા, મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતીબેન નિરંજની, લીગલ સેલના પ્રમુખ એડવોકેટ ભાવિનભાઈ ફેફર, અલ્પેશભાઈ કોઠીયા, દેવજીભાઈ પરેચા, જયેશભાઈ કાલરીયા, હરદેવસિંહ જાડેજા (વાંકાનેર), નૈમીશભાઈ ગાંભવા, ભુપતભાઈ ગોધાણી, એડવોકેટ દીપકભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા.






Latest News