મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી મોરબીના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીંબુની સફળ ખેતી: ૧ લાખથી વધુની આવક મેળવી મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે


SHARE



























મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે

મોરબી જિલ્લાની બેન્કોમાં પડેલ હકદાવા વિનાના નાણા લોકોને પરત કરવા ૦૧/૧૧/૨૦૨૫ ના રોજ સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ ખાતે 'તમારી મૂડી, તમારો અધિકાર' અંતર્ગત ખાસ કેમ્પ યોજાશે. જેમાં બેંકો ગ્રાહકોને તેમની અનક્લેમ્ડ એટલે કે દાવા વગરની રકમ મેળવવા માટે મદદ કરશે. મોરબી જિલ્લા સહિત દેશભરની બેંકમાં પડેલ અનકલેમ્ડ રકમ એટલે દાવા વગરનાં પૈસા લોકોને પરત આપવા માટે સરકારે અભિયાન શરૂ કર્યુ છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયના 'તમારી મુડી તમારો અધિકાર' અભિગમ અંતગર્ત મોરબીમાં જિલ્લાકક્ષાના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

બેંક એકાઉન્ટમાં નિયમિત ટ્રાન્ઝેકશન કરવું જરૂરી છે. જો ૧૦ વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ ટ્રાન્ઝેકશન ન થાય તો બેંકમાં પડેલા પૈસા બિનદાવાપાત્ર ગણાય જાય છે. એટલે કે તે બિનવારસી રકમ ગણાય જાય છે. દાવા વગરની રકમમાં કરંટ અને સેવિંગ એકાઉન્ટસ અને ફિકસડ ડિપોઝીટનો સમાવેશ થાય છે. જો કે, આ દાવા વગરનાં પૈસા પણ સંપૂર્ણ રીતે સલામત હોવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યુ છે. સરકાર તેના રક્ષક તરીકે છે અને તેના હકકદાર માલિકને પરત કરવા માટે પ્રતિબધ્ધ છે. જેને લઈને 'તમારી મુડી, તમારા અધિકાર' નામે ત્રણ મહિનાનું ખાસ અભિયાન શરૂ કરવામા આવ્યું છે. જેમાં લોકોને જાગૃત કરવા સાથે તેમના નાણાંનો દાવો કરવામાં મદદ કરાશે.

દેશભરમાં આવી ૧.૮૪ લાખ કરોડ જેટલી રકમ દાવા વગરની પડેલી છે. જયારે મોરબી જિલ્લામાં અલગ-અલગ બેંકોના ૯૨૩૯૬ ખાતાઓમાં રૂ. ૩૨.૨૪ કરોડ જેટલી રકમ દાવા વગરની છે. જેને લઈને ૦૧/૧૧/૨૦૨૫,  શનિવારનાં રોજ સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ, શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ મંદિરની પાસ, મોરબી ખાતે સવારે ૧૧:૦૦ કલાકે કેમ્પ યોજાશે. જયાં ગ્રાહકોને તેમની અનકલેમ્ડ ડિપોઝિટ, એકાઉન્ટસ તથા ડીઈએએફ (ડિપોઝિટર એજયુકેશન એન્ડ અવરનેસ ફંડ કલેમ) દાવા સબંધિત માહિતી આપીને તેના નિવારણ માટે માર્ગદર્શન આપવામાં આવશે. જેથી સંબંધિત લોકોએ આ કેમ્પનો વધુને વધુ લાભ લેવા મોરબી લીડ બેંક મેનેજર સાકીર છીપાની યાદીમાં જણાવાયું છે.






Latest News