મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીંબુની સફળ ખેતી: ૧ લાખથી વધુની આવક મેળવી


SHARE













મોરબીના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીંબુની સફળ ખેતી: ૧ લાખથી વધુની આવક મેળવી

પ્રાકૃતિક ખેતી થકી લીંબુની સફળ ખેતી કરતા મોરબીના કાલીકાનગરના રમેશભાઇ રતીલાલ કામરીયા જણાવે છે કે, “અમારા વિસ્તારમાં લગભગ મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતી સાથે વર્ષો પહેલા કપાસ પાકનું વાવેતર કરતા હતા. શરૂઆતમાં વધારે ઉત્પાદન મળતું પણ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ઉત્પાદન ઘટવા લાગ્યુ. રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાનો વધારે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. આવા સમયમા ૭-૮ વર્ષ પહેલા અમે બાગાયતી પાક વાવેતર કરવાનુ વિચાર્યુ અને ઘરના તમામ સભ્યો દ્વારા લીંબુનું વાવેતર કરવાનુ નક્કી કર્યુ હતું.

લીંબુનું વાવેતર કર્યું અને ત્યારબાદ તેમાં પણ જરૂરીયાત મુજબ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા. પરિણામે ખર્ચ વધવાથી નફો ઓછો મળતો. ત્યારબાદ હું આજથી ૪ વર્ષ પહેલા આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયો અને જુદી જુદી તાલીમમાં પણ ભાગ લેતો થયો. જે અન્વયે અમારા તાલુકાના આત્માના સ્ટાફ દ્વારા ગાય આધારીત ખેતી અંગેની તાલીમ યોજવામાં આવી હતી. જ્યાં મેં યોગ્ય માર્ગદર્શન મેળવ્યુ અને આજે હું ૬ એકર જમીનમાંથી ૪ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી ખેતી કરી રહ્યો છું. જ્યારે પરંપરાગત રીતે ખેતી કરતો ત્યારે રૂ. ૧,૪૪,૦૦૦ ની આવક સામે રૂ. ૬૦૦૦૦ નો ખર્ચ થતો જેથી રૂ. ૮૪૦૦૦ નો જ નફો થતો. આજે પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી આવક વધીને ૧,૫૫,૦૦૦ થઈ છે સામે ખર્ચ ઘટીને રૂ. ૪૮,૦૦૦ થઈ ગયો છે. જેથી રૂ. ૧,૦૨,૦૦૦ નો નફો મેળવી રહ્યો છું.      

વધુમાં કહ્યું હતું કે, શરૂઆતમાં જીવામૃતનો ઉપયોગ ચાલુ કરી ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી.  લીંબુના પાકની વચ્ચે કોથમીર તથા અન્ય કઠોળ પાકનું વાવેતર કરતા થયા અને મિશ્ર પાક કરવા લાગ્યા. પરિણામે સિંગલ પાક કરતા આ રીતમા આવક વધારે મળવા લાગી. હાલમાં જીવામૃતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિનઉપજાઊ બની ગઈ હતી તેની ફળદ્રુપતા વધવા લાગી. જમીનમા અળસિયા ઉત્પન્ન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતારશક્તિ વધવાથી ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી છે, પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી જેથી વીજળી ખર્ચમાં પણ બચત થઇ છે. આમ, પ્રાકૃતિક કૃષિમા ખર્ચ ઘટવાથી આવક તો વધારે મળે જ છે પણ જમીન સુધરે છે અને ફળદ્રુપતામાં પણ વધારો થાય છે. પ્રાકૃતિક ખેતી થકી પર્યાવરણનું રક્ષણ થાય છે અને શુધ્ધ આહાર ખાવા માટે મળે છે.




Latest News