મોરબીના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીંબુની સફળ ખેતી: ૧ લાખથી વધુની આવક મેળવી
મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી
SHARE
મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી
રાજ્ય સરકારના મંત્રી મંડળમાં ફેરફાર થઈ ગયા બાદ હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર ફરજ બજાવતા અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે અને રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને બે અધિકારીને બઢતી આપવામાં આવી છે.
રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને ડેપ્યુટી કલેકટરની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી, અમદાવાદ, ગાંધીનગર, જુનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે અને જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને જો મોરબીની વાત કરીએ તો મોરબીના પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમારની બદલી કરીને તેઓને જુનાગઢ ખાતે સ્ટેમ્પ ડ્યુટી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે ગાંધીનગરથી પ્રવીણસિંહ ડી. જૈતાવતને મોરબીના પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત આર.બી. ગઢવીને એસ્ટેટ ઓફિસર અમદાવાદ (ઓડા) તથા એચ.જે. સોલંકીને ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર વલસાડ તરીકે બઢતી આપવામાં આવી છે.