મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી
મોરબીની રાજપર ચોકડી પાસે 5 દુકાનો સહિત 18 ગેરકાયદે બાંધકામો તોડી પડતી મહપાલિકા
SHARE
મોરબીની રાજપર ચોકડી પાસે 5 દુકાનો સહિત 18 ગેરકાયદે બાંધકામો તોડી પડતી મહપાલિકા
મોરબીની રાજપર ચોકડીથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર મહાપાલિકાની ટીમ દ્વારા ડીમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું અને પાંચ જેટલી દુકાનો તથા કમ્પાઉન્ડ વોલ મળીને કુલ 18 જેટલી જગ્યા ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું છે અને જે દબાણ હતા તેને દૂર કરવામાં આવ્યા છે અને આ તકે મહાપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓની ટીમ પણ ત્યાં હાજર રહી હતી.
નવા વર્ષની શરૂઆત થવાની સાથે જ મહાપાલિકાની ટીમ દ્વારા મોરબીના જુદા જુદા વિસ્તારમાં રોડ રસ્તાની સાઈડમાં દબાણો થયા છે તે દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ગઇકાલે મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા રાજપર ચોકડીથી રાજપર ગામ તરફ જવાનો રસ્તો છે તે રોડની બંને બાજુએ થયેલા દબાણ અને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે પાંચ જેટલી દુકાનો તથા કમ્પાઉન્ડ વિગેરે મળીને કુલ મળીને 18 જેટલી જગ્યા ઉપર દબાણ હટાવવા માટે તેને કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બે જેસીબી વડે રસ્તાની સાઇડના દબાણ હતા તેને તોડી પાડવા માટેની કામગીરી કરાઈ હતી આ તકે મહાનગરપાલિકાના કમિશનર સ્વપેનિલ ખરે તેમજ ડેપ્યુટી કમિશનર સહિતની ટીમ ત્યાં હાજર રહી હતી અને આગામી સમયમાં હવે રોડ રસ્તાની સાઈડમાં થયેલા તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી શહેરના જુદાજુદા વિસ્તારમાં ચાલુ જ રાખવામાં આવશે તેવી માહિતી મહાનગરપાલિકાના અધિકારી પાસેથી જાણવા મળેલ છે









