મોરબીની રાજપર ચોકડી પાસે 5 દુકાનો સહિત 18 ગેરકાયદે બાંધકામો તોડી પડતી મહપાલિકા
મોરબીની પાવડીયાળી ચોકડી નજીક ચાર રીક્ષાને હડફેટ લઈને બે રાહદારી યુવાનના મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે હવે ગુનો નોંધાયો
SHARE
મોરબીની પાવડીયાળી ચોકડી નજીક ચાર રીક્ષાને હડફેટ લઈને બે રાહદારી યુવાનના મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે હવે ગુનો નોંધાયો
મોરબીના જેતપર રોડ ઉપર સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે ભરાતી બજાર નજીક થોડા દિવસો પહેલા ડમ્પર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને રોડ સાઈડમાં ઊભેલી રીક્ષાઓને તથા ત્યાં હાજર રહેલા લોકોને હડફેટે લીધા હતા જે અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે બાળક સહિત કુલ ત્રણ વ્યક્તિને ઇજાઓ થઈ હતી અને ચાર રિક્ષાઓમાં નુકસાની થયેલ હતું આ બનાવ સંદર્ભે રીક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગર સોસાયટી શેરી નંબર- 3 માં રહેતા અને રીક્ષા ચલાવતા ઇમરાનશા અહમદશા શાહમદાર (35) એ ડમ્પર નંબર જીજે 23 એક્સ 1094 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયાળી કેનાલ પાસે એક્ષોલી સિરામીક કારખાના સામે માર્કેટ નજીક તે પોતાની રીક્ષા જીજે 36 ડબલ્યુ 2276 ઉભી રાખીને ઉભો હતો તેવી જ રીતે અન્ય રીક્ષા નંબર જીજે 36 યુ 0010, જીજે 36 ડબલ્યુ 0175 અને જીજે 36 યુ 9796 ના ચાલકો પોતાની રીક્ષા રોડ શહેરમાં ઉભી રાખીને ઉભા હતા દરમિયાન ડમ્પર ચાલકે આ ચારેય રિક્ષાઓને પાછળથી હડફેટે લઈને અકસ્માત કર્યો હતો અને ત્યારે ત્યાં રોડ સાઈડમાં ઉભેલા રાહદારી મનોજ ધનેશ્વર ગોપ અને સુનિલ ગુમાનસિંહ અમલીયાર નામના બે વ્યક્તિઓને પણ હડફેટે લેતા તેઓને ગંભીર ઇજા થઈ હોવાથી તે બંને વ્યક્તિના મોત નિપજ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં સાહિલ મેમણ, હુસેન મુલતાની અને રાજેશ સુનિલ નામનો એક બાળક આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓને ઈજા થવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને ડમ્પર નો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી આ બાબતે રીક્ષા ચાલકે નોંધાવેલ ફરીયાદ વધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખની છે કે, અકસ્માતના આ બનાવનો સીસીટીવી કેમેરાનો વિડીયો જે તે સમયે સામે આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો.









