મોરબીના રફાળેશ્વર અને જાંબુડીયા વચ્ચે સર્વિસ રોડ ઉપર ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા બે યુવાનોના મોત
SHARE
મોરબીના રફાળેશ્વર અને જાંબુડીયા વચ્ચે સર્વિસ રોડ ઉપર ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા બે યુવાનોના મોત
મોરબીની રફાળેશ્વર ચોકડીથી જાંબુડીયા ઓવરબ્રીજ તરફ જવાના રસ્તા ઉપર સર્વિસ રોડ પરથી ડબલ સવારી બાઈક લઈને બે યુવાનો પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને ટ્રકના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓને માથામાં અને શરીરે ગંભીર ઇજા થવાથી તે બંનેના મોત નીપજ્યા હતા જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ એકતા કેમીકલની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા મનીષભાઈ દિત્યાભાઈ ગોયલ (28) એ ટ્રક નંબર જીજે 3 બીવાય 8431 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, રફાળેશ્વર ચોકડીથી જાંબુડીયા ઓવરબ્રિજ વચ્ચે સર્વિસ રોડ ઉપરથી બાઈક નંબર એમપી 45 ઝેડએફ 9629 લઈને શંકરભાઈ તથા કરણસિંહ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બંને યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તે બંનેના મોત નીપજ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મનીષભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









