હળવદના માથક ગામ પાસે કુતરૂ આડુ અવતાર ત્રીપલ સવારી બાઈક ઝાડ સાથે અથડાયું, એક યુવાનનું મોત: બેને ઇજા
SHARE
હળવદના માથક ગામ પાસે કુતરુ આડુ અવતાર ત્રીપલ સવારી બાઈક ઝાડ સાથે અથડાયું, એક યુવાનનું મોત: બેને ઇજા
મોરબી તાલુકાના ઘૂટું ગામે રહેતો યુવાન તેના બે મિત્રો સાથે બાઈક ઉપર રણછોડગઢ ગામે મામાદેવના માંડવામાં જતો હતો દરમિયાન માથક ગામ પાસે બાઇક આડે કૂતરું ઉતરતા યુવાને પોતાના બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા બાઈક ઝાડ સાથે અથડાયું હતું જે બનાવમાં બાઇક ચલાવી રહેલા યુવાનને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે તેની સાથે બેઠેલા તેના બે મિત્રોને ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે ડારમા દાદાના મંદિર પાસે ટાવર વાળી શેરીમાં રહેતો રાકેશ ધીરૂભાઈ રાઠોડ (19) નામનો યુવાન પોતાના બે મિત્રો ભરત ચંદુભાઈ શેખાણી અને પ્રવીણ રઘુભાઈ ભરવાડ ને પોતાના બાઈકમાં બેસાડીને રણછોડગઢ ગામ નજીક મામાદેવના માંડવામાં જતો હતો ત્યારે માથક ગામ પાસે તેઓના બાઈક આડે અચાનક કૂતરું આવતા તેને તારવવા જતા બાઈકના સ્ટેરીંગ ઉપરથી રાકેશ રાઠોડએ કાબુ ગુમાવી દેતા બાઈક રોડ સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રાકેશને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતુ અને તેની સાથે બાઈક પર બેઠેલા તેના બે મિત્રોને નાના મોટી ઈજાઓ થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મૃતક યુવાનના પિતા ધીરુભાઈ રાઠોડ (48) રહે. ઘૂટું વાળા એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે









