હળવદના માથક ગામ પાસે કુતરૂ આડુ અવતાર ત્રીપલ સવારી બાઈક ઝાડ સાથે અથડાયું, એક યુવાનનું મોત: બેને ઇજા
મોરબીના ઘૂટું પાસેથી 3 બોટલ દારૂ સાથે બે પકડાયા: માળીયા નજીકથી 1700 લિટર આથો-60 લિટર દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE
મોરબીના ઘૂટું પાસેથી 3 બોટલ દારૂ સાથે બે પકડાયા: માળીયા નજીકથી 1700 લિટર આથો-60 લિટર દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબીના ઘૂટું ગામ પાસે રામનગરી સોસાયટીની બાજુમાં બાવળની કાટમાંથી દારૂની ત્રણ બોટલ સાથે બે શખ્સની પોલીસે ધરપકડ કરેલ છે જયારે માળીયાની કોયબા વાંઢની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરીને 1700 લિટર આથો અને 60 લિટર દેશી દારૂ કબ્જે કરેલ છે જો કે, આરોપી પકડાયેલ નથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલ રામનગરી સોસાયટીની બાજુમાં આવેલ બાવળની કાટમાં દારૂની કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂ નહીં ત્રણ બોટલ મળી આવતા પોલીસે 3300 ની કિંમત ની દારૂની બોટલો સાથે જેનીસ ગીરી સંદિપગીરી ગોસ્વામી 25 રહે રામકો ખોટું અને સંદીપભાઈ રાજેશભાઈ બોડા 20 રહે રામ કો કુટુંબ વાળા મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોયબા વાંઢની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવ માટે ઉપયોગમાં લેવામાં આવતો 1700 લીટર આથો તથા 60 લીટર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસે 54 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી નાસી ગયેલ ફારુક દિલાવરભાઈ જેડા રહે. માળીયા મીયાણા વાળા સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે









