મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી થયેલ ખેતી પાકોના નુકશાનનો સર્વે કરવા 29 ટીમો દોડાવી


SHARE







મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી થયેલ ખેતી પાકોના નુકશાનનો સર્વે કરવા 29 ટીમો દોડાવી

મોરબી જિલ્લામાં ઓક્ટોબર માહિનામાં વરસાદ પડ્યો છે જેથી કરીને ખેડૂતોના ઊભા પાકને નુકશાન થયું છે માટે જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ ડીડીઓ દ્વારા હાલમાં પાંચેય તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ ખેતી/ બાગાયતી પાકનાં નુકશાનનો સર્વે કરવા માટે ટીમની રચના કરવામાં આવેલ છે અને કુલ મળીને 29 ટીમોને સર્વે માટે દોડાવવામાં આવેલ છે અને આગામી 7 દિવસમાં તેઓની પાસેથી રિપોર્ટ માંગવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં પાંચેય તાલુકામાં કમોસમી વરસાદથી ખેતીપાકોમાં નુકશાન થયું છે જેથી કરીને સરકારી નિયમ મુજબ ખેડૂતોને સહાય આપી શકાય તે માટે તાત્કાલિક અસરથી મોરબી જીલ્લામાં સર્વે માટેની ટીમો બનાવમાં આવેલ છે. અને મોરબી જિલ્લાના હળવદ, માળિયા, મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકાનાં ગામોમાં ઓકટબર-2025 માં પડેલા કમોસમી વરસાદથી ખેતી/ બાગાયત પાકોમાં થયેલ નુકશાનીનો અસરગ્રસ્ત ગામોમાં સર્વેની ઝડપથી પૂર્ણ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે.

જિલ્લાના કુલ મળીને 29 ટીમો બનાવવામાં આવેલ છે જેમાં હળવદ તાલુકામાં 6, વાંકાનેર તાલુકામાં 7, ટંકારા તાલુકામાં 5, માળીયા તાલુકામાં 5  અને મોરબી તાલુકામાં 6 ટીમોની રચના કરવામાં આવેલ છે. અને જુદીજુદી ટીમોને ચોક્કસ ગામોમાં ખેતીના પાકોમાં થયેલ નુકશાનીનો સર્વે કરવા માટેની જવાબદારી સોંપી દેવામાં આવેલ છે. અને તેના માટે અધિકારીઓ અને કર્મચારીઓની જે ટીમ બનાવવામાં આવેલ છે તેમાં ગ્રામસેવકો, જે તે ગામના સરપંચ અને ઉપસરપંચ તેમજ તલાટિ મંત્રીનો સમાવેશ કરવામાં આવેલ છે. અને આ કામગીરી ખુબ જ અગત્યની હોય જે તે અધિકારીને ફાળવેલ ગામોમાં પાક નુકશાનનો સર્વે ઝડપથી કરવા માટેનો હુકમ કરવામાં આવેલ છે.

આ સર્વે સંપુર્ણ ચોકસાઈ પૂર્વક તેમજ સાચો કરવા માટેની અધિકારી તેના હુકમમાં ટકોર કરી છે. અને છેલ્લે ખેતી નિયામકની વી.સી.માં મળેલ સૂચના મુજબ સર્વે ઓનલાઈન (સર્વેયર મારફત) અને ઓફલાઈન (ગ્રામ સેવકની ટીમ) દ્વારા કરવાનો રહેશે. અને ખાસ કરીને દરરોજની કામગીરીનું રિપોર્ટિંગ નોડલ અધિકારીને કરવાનું રહેશે અને આગામી 7 દિવસમાં સર્વે પૂરો કરવા માટેનો આદેશ કર્યો છે. ખાસ કરીને હિતેશ ડી. વાળા (9925801058) તેમજ ખેતી અધિકારી ડો. એચ.ડી. ઝીંઝુવાડીયા (9726597040) એ તમામ તાલુકામાંથી સમયસર રિપોર્ટ મેળવી વડી કચેરીને રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવેલ છે.






Latest News