મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ખેતી પાકના નુકશાન માટે સર્વે નહીં સીધી સહાય આપો: તાલુકા સરપંચ એસો.ની માંગ


SHARE







મોરબી તાલુકામાં ખેતી પાકના નુકશાન માટે સર્વે નહીં સીધી સહાય આપો: તાલુકા સરપંચ એસો.ની માંગ

મોરબી તાલુકામાં છેલ્લા છ દિવસમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરવીને સહાય આપવાની વાતો કરવામાં આવી છે પરંતુ મોરબી સરપંચ એસોસિયેશન દ્વારા આજે જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપીને સર્વે નહીં પરંતુ તાત્કાલિક પાક નુકસાની માટે પેકેજ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવામાં આવી તથા તેઓના લોન અને ધિરાણ પણ માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા દિવસોમાં કમોસમી વરસાદ થયો છે જેથી ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓની અંદર સર્વે કરાવીને ખેડૂતોને સહાય ચૂકવવા માટે થઈને જાહેરાત કરવામાં આવી છે તેવા સમયે મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ રવિરાજસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ જીતુભાઈ થોરીયા દ્વારા આજે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી તાલુકામાં ગત તા. 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીમાં કુલ મળીને 80 એમએમ એટલે કે સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે તથા ગામડાઓમાં ખેતરે જવાના ગાડા માર્ગ પણ કાદવ ખીચડથી ભરેલા છે અને ખેતરોમાં પણ કેટલીક જગ્યાએ પાણી હોવાના કારણે સર્વે કરવાની પ્રક્રિયા કરવાના બદલે સરકાર દ્વારા સર્વે વિના તાત્કાલિક પાક નુકસાનીનું પેકેજ જાહેર કરીને તમામ ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવે તથા ખેડૂતોના લોન અને ધિરાણ પણ માફ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.






Latest News