હળવદના માણેકવાડા ગામે મંદિરમાંથી ચાંદીની ફેણો-છતરો મળી બે કિલો ચાંદીની ચોરી
SHARE
હળવદના માણેકવાડા ગામે મંદિરમાંથી ચાંદીની ફેણો-છતરો મળી બે કિલો ચાંદીની ચોરી
હળવદ તાલુકાના માણેકવાડા ગામે આવેલ મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મંદિરમાંથી ફેણો, છતરો સહિત કુલ મળીને બે કિલો ગ્રામ ચાંદીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને મંદિરના સેવા પૂજા કરતા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા સુનીલદાસ માધવદાસ દુધરેજીયા (25)એ હાલમાં અજાણ્યા શખ્સ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, માણેકવાડા ગામે આવેલ વાસંગી દાદાના મંદિરમાં તે સેવા પૂજા કરે છે અને આ મંદિરમાં અલગ અલગ ચાંદીની ફેણો તથા છત્તરો મુકવામાં આવ્યા હતા જેનો અંદાજિત વજન બે કિલો જેટલો હતો તે ચાંદીના ફેણો તથા છતરોની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 80,000 ની કિંમત ના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે









