હળવદના માણેકવાડા ગામે મંદિરમાંથી ચાંદીની ફેણો-છતરો મળી બે કિલો ચાંદીની ચોરી
ટંકારા નજીક ઓવરટેક કરતા સમયે રોજડુ આડુ આવતા ડમ્પર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધું: એકનું મોત, એકને ઇજા
SHARE
ટંકારા નજીક ઓવરટેક કરતા સમયે રોજડુ આડુ આવતા ડમ્પર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધું: એકનું મોત, એકને ઇજા
ટંકારા નજીક જબલપુરથી ખજુરા હોટલ વચ્ચેના ભાગમાં ડમ્પરના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ચાલકને શરીરે ઇજાઓ થઈ હતી જો કે, તેની પાછળ બાઈક ઉપર બેઠક વ્યક્તિ ડમ્પરના પાછળની બાજુના જોટામાં આવી જતા તેને માથા, પગ અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતુ જે બનાવ સંદર્ભે હાલમાં બાઈક ચાલકે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મૂળ અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના મકનસર ગામે સોંડાભાઈ ભરવાડના મકાનમાં ભાડે રહેતા અંતરસિંગ મગનસિંહ ચૌહાણ (30) એ ડમ્પર નંબર જીજે 13 એડબલ્યુ 9789 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ જબલપુરથી આગળ ખજૂરા હોટલની સામેથી ફરિયાદી પોતાનું બાઈક નંબર એમપી 69 ઝેડએ 3380 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળું ડમ્પર ફુલ સ્પીડમાં ચલાવીને ઓવરટેક કરવા જતા આગળના ભાગે રોજડુ આવતા ડમ્પરના ચાલકે પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને ફરિયાદીના બાઈકને ઠોકર મારી હતી જેથી અકસ્માત થયો હતો અને ફરિયાદીનું બાઈક રોડ સાઈડમાં ફંગોળાઈ જતા તેને ડાબા હાથમાં તથા પગના ભાગે ઈજા થઈ હતી તથા તેની સાથે બાઈક ઉપર પાછળના ભાગે બેઠેલા છગનભાઈ ગણપતભાઈ ડમ્પરમાં પાછળના ભાગે ડાબી બાજુના જોટામાં આવી જતા તેને માથાના ભાગે તથા ડાબા પગે અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી ડમ્પર છોડીને નાસી છૂટેલ ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે