માળીયા (મી)ના મોટાભેલા અને ભાવપર ગામ વચ્ચે બાઇક સ્લીપ થતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
ટંકારાના લજાઈ ગામ પાસે કારખાનામાં થયેલ મારામારીમાં યુવાનની હત્યા કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો
SHARE
ટંકારાના લજાઈ ગામ પાસે કારખાનામાં થયેલ મારામારીમાં યુવાનની હત્યા કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો
ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તેની સાથે તે જ કારખાનામાં રહેતા અને ત્યાં કામ કરતા અન્ય એક શખ્સે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યારે તારપીનનો એક યુવાનને ડાબી આંખના ભાગે મારી દીધો હતો જેથી કરીને તે યુવાનને ઇજા થઈ હતી અને તે યુવાનને સારવાર માટે લઈ ગયા હતા ત્યાં તેનું મોત નીપજ્યું હતું. જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી મુન્નાલાલ પ્યારેલાલ વર્મા (52)એ હાલમાં અંગત કૈલાશ રાજભર રહે. ભરડીયા રોડ પર આવેલ દેવ પોલીપેક લજાઈ મૂળ રહે ઉત્તર પ્રદેશ વાળા સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, લજાઈ ગામ નજીક ભરડીયા રોડ ઉપર આવેલ દેવ પોલીપેક નામના કારખાનામાં તેમનો ભત્રીજો કમલચંદ્ર ઉર્ફે પીન્ટુભાઇને આરોપી અંગત રાજભર સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી અને તે બાબતે ઉશ્કેરાઈ જઈને અંગત રાજભરે ફરિયાદીના ભત્રીજાને ડાબી આંખના ભાગે તારપીનનો ઘા ઝીંકી દીધો હતો જેથી તેને સારવાર માટે રાજકોટ સીવી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.