મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીના રામપર નજીક ઇકોના ચાલકે એક્ટિવાને હડફેટે લેતા મંદિરે દર્શન કરીને પરત જતાં વૃધ્ધનું મોત


SHARE









મોરબીના રામપર નજીક ઇકોના ચાલકે એક્ટિવાને હડફેટે લેતા મંદિરે દર્શન કરીને પરત જતાં વૃધ્ધનું મોત

માળીયા (મી)ના વધારવા ગામ પાસે આવેલ ભારતનગરમાં રહેતા વૃદ્ધ પોતાનું એકટીવા લઈને રામપર ગામે માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રામપર ગામના પાટીયા પાસે ઇકો ગાડીના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક તેનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના ભાણેજે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના કિશનગઢ સોખડા ગામે રહેતા કિશોરભાઈ ઉર્ફે હકાભાઇ દેવદાનભાઈ બાલાસરા (46)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકો ગાડી નંબર જીજે 36 આર 1811 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ભારતનગરમાં રહેતા તેઓના મામા જેસંગભાઈ માલાભાઈ ડાંગર રામપર ગામે આવેલ માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યાંથી પોતાનું એક્ટિવા જીજે 36 એક્યુ 2957 લઈને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રામપર ગામના પાટીયા પાસે જેકેટી હોટલ સામેથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન ઈકો ગાડીના ચાલકે ઓવર સ્પીડમાં પોતાનું વાહન ચલાવીને એકટીવાને હડફેટે લીધું હતું જેથી જેસંગભાઈ ડાંગર રોડ ઉપર નીચે પટકાતા તેઓને માથાના ભાગે તથા શરીરે અને બંને પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ઇકો ગાડીનો ચાલક વાહન મૂકીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદની સરા ચોકડીએ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લીધું

હળવદના માનસર ગામે રહેતા ચેતનસિંહ માનસંગભાઈ ટાંક (30)એ ટ્રક નંબર જીજે 27 ટીડી 4818 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, હળવદની સરા ચોકડી પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 એબી 5570 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને ડાબા પગના ઢીંચણથી નીચેના ભાગમાં ફેક્ચર જેવી ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News