મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના નવાગામ (લખધીરનગર) પાસે વીજ પોલમાંથી ઇલેક્ટ્રીક શોટ લગતા ભેંસનું મોત


SHARE









મોરબીના નવાગામ (લખધીરનગર) પાસે વીજ પોલમાંથી ઇલેક્ટ્રીક શોટ લગતા ભેંસનું મોત

મોરબીના નવાગામ (લખધીરનગર) ગામે રહેતા માલધારીની ભેંસને કોઈ કારણોસર વીજ પોલમાંથી ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને ભેંસનું મોત નીપજયું હતું અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવાગામ (લખધીનગર) ખાતે રહેતા પેથાભાઇ ધારાભાઈ ટમારીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે મચ્છુ ડેમ નજીકથી તેઓની ભેંસ પસાર કરી હતી દરમિયાન તેને વીજ પોલમાંથી કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગતા પેથાભાઇની ભેંસનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગેની તેઓએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

કાર-બાઇક વચ્ચે અકસ્માત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ચિંતામણી કોમ્પલેક્ષ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ક્રિષ્નાબેન કપિલભાઈ પંડ્યા (37) રહે. ચંદ્રેશનગર સનાળા રોડ મોરબી વાળાને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર નજીક રહેતા પાર્વતીબેન લાલજીભાઈ પાંચોટિયા (89) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા દરમિયાન બાપા સીતારામ ચોક નજીક બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News