મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક
ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ
SHARE
ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ
દેશમાં અંદર બનાવવામાં આવેલ મતદાર યાદીમાં ડુપ્લિકેટ મતદારોના નામ છે તેવો આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે ડુપ્લિકેટ મતદારોને રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા તથા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથેની મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ માંગ કરી છે અને તેઓએ લેખિતમાં રાજ્ય ચુંટણી પંચના મુખ્ય ચુંટણી કમીશનરને રજૂઆત પણ કરેલ છે.
હાલમાં તેઓ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યમાં ચુંટણી પંચ દ્વારા S.I.R. ની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. આ કાર્યવાહીમાં મતદારોનું વેરીફીકેશન થશે જે સારી વાત છે પરંતુ આ કાર્યવાહીમાં કોઈ મતદારનું નામ બે જગ્યાએ હોય તો તે બને જગ્યાએ વેરીફીકેશન કરાવે તો તેને રોકવા માટે કોઈ યોગ્ય સોફ્ટવેર કે પધ્ધતી દ્વારા આ કામગીરી કરવામાં આવે તેના માટેની રજૂઆત કરેલ છે. આ ઉપરંત મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવે તો બે જગ્યાએ નામ હોય તો આસાનીથી જાણી શકાશે તો મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની માંગણી કરી છે. આ ઉપરાંત કોઈ એક રાજ્યની ચુંટણીમાં મતદારનું નામ હોય અને તેને મતદાન કરેલ હોય અને તેવા મતદારો ચુંટણી પછી તુરંત અન્ય રાજ્યમાં પોતાનું નામ દાખલ કરાવી ત્યાની ચુંટણીમાં પણ મતદાન કરે તો એક મતદાર બે રાજ્યની સરકાર નક્કી કરવામાં પોતાનું મતદાન કરે તેવું ન થાય તે માટે પણ યોગ્ય નિયમો કરી તટસ્થ અને સાચી ચુંટણી થાય તેવું કરવાની માંગ કરી છે. અને અંતમાં S.I.R. ની કામગીરીમાં કોઈ ગેરરીતી ન થાય તે માટે સતત મોનીટરીંગ રાખીને તટસ્થ કામગીરી થાય તેવી પણ રજૂઆત કરેલ છે.