મોરબી નજીક જેટકોના સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ: વીજ પુરવઠો ખોરવાઈ ગયો
ટંકારામાંથી દારૂની નાની 27 બોટલ સાથે એક શખ્સની ધરપકડ
SHARE
ટંકારામાંથી દારૂની નાની 27 બોટલ સાથે એક શખ્સની ધરપકડ
ટંકારાના અમરાપર ટોળ રોડ ઉપર આવેલ દેવીપુજકના ઝુપડા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસો ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 27 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 4,050 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરેલ છે
ટંકારા તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અમરાપર રોડ ઉપર આવેલ દેવીપુજક વાસના ઝૂંપડા પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 27 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 4,050 ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી રૂગનાથભાઈ હરસિંગભાઈ બામણીયા (28) રહે. અમરાપર રોડ મોટા પીરનો છીલ્લો ભાવેશભાઈ પટેલની વાડીમાં તાલુકો ટંકારા મૂળ રહે મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડિયારી પાસે સમર્પણ ઓટો પેકેજીંગ ખાતે રહેતા મહેશભાઈ કિશનભાઇ (24) નામના યુવાનને રેડિયન્ટ સીરામીક પાસે વૈભવ હોટલ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મારા મારીમાં ઇજા
મોરબીના વિસ્તારમાં રહેતા મહમદઅમીન ગુલમામદભાઈ કટિયા નામના વ્યક્તિને પાંચથી છ જેટલા લોકોએ પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને ઇજા કરતાં ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.









