માળીયા (મી)ના નવાગામ પાસે દારૂની ત્રણ રેડ, 2350 લિટર આથો ઝડપાયો: આરોપીઓની શોધખોળ
હળવદના બાયપાસ રોડ નજીકથી દારૂની નાની 456 બોટલ સાથે બે શખ્સ પકડાયા
SHARE
હળવદના બાયપાસ રોડ નજીકથી દારૂની નાની 456 બોટલ સાથે બે શખ્સ પકડાયા
હળવદના બાયપાસ રોડ ઉપર ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની નાની 456 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 65,424 રૂપિયાની કિંમતના દારૂના જથ્થાની સાથે બંને શખ્સની ધરપકડ કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદના બાયપાસ રોડ ઉપર ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સોને રોકીને પોલીસે ચેક કરતા તેઓની પાસેથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની 456 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 65,424 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દારૂના જથ્થા સાથે ધનજીભાઈ રમેશભાઈ ઈટોદરા (21) રહે. ટીકર રણ તાલુકો હળવદ તથા રિતેશ દુરજીભાઈ ભીલ (24) રહે. ખડલા ચાપડા ફળીયુ કવાટ જીલ્લો છોટાઉદેપુર વાળાની ધરપકડ કરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન રિતેશ પાસેથી ધનજીભાઈએ દારૂનો જથ્થો મંગાવ્યો હતો અને બંને શખ્સોને દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી લઈને બંને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીક આવેલ સીરામીક કારખાનામાં રહેતા આશિષભાઈ શિવગણેશ યાદવ (27) અને રામરથ વિનોદભાઈ પાસી (40) નામના બે યુવાનોને વેલંજો સીરામીક પાસે કોઈ કારણોસર મારામારીના બનાવમાં ઈજા હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









