મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા ૫૯૮ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પિવડાવવામાં આવ્યા વાંકાનેરમાં ફટાકડા ફોડવાની ના પડતાં પરિવારના લોકોને ધોકા-પાઇપથી માર મારવાના બનાવમાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો વાંકાનેરના માટેલ રોડે કારખાનાના ક્વાર્ટરમાં ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત વાંકાનેરમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા આધેડ અને તેના દીકરા-દીકરીને બે મહિલા સહિત 6 લોકોએ મારમાર્યો: રાજપર ગામ પાસેથી બાઇકની ચોરી મોરબીના રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળ્યો: ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં આવેલ ઓફિસમાં જુગાર રમતા 12 શખ્સો 10.38 લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE



























મોરબીના લાતી પ્લોટમાં આવેલ ઓફિસમાં જુગાર રમતા 12 શખ્સો 10.38 લાખના મુદામાલ સાથે પકડાયા

મોરબીમાં લાતી પ્લોટ શેરી નં- 1-2 ની વચ્ચેના ભાગમાં આવેલ ઓફિસમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કુલ મળીને 12 શખ્સો મળી આવ્યા હોય પોલીસે 2,08,200 ની રોકડ તથા 11 મોબાઈલ, એક કાર અને ત્રણ બાઈક મળીને 10,38,200 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં લાતી પ્લોટ શેરી નં- 1-2 ની વચ્ચેના ભાગમાં પ્રિયદર્શન પૂર્ણેશંકરભાઈ ઠાકરની ઓફિસ આવેલ છે અને ત્યાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઓફિસના માલિક પ્રિયદર્શન પૂર્ણશંકરભાઈ ઠાકર (60) રહે. સોમનાથ સોસાયટી પ્લેટિનિયમ હાઈટસ-601 મોરબી, ભાવેશભાઈ જેરામભાઈ અઘારા (39). સરવડ ઉમિયાનગર, સંજયભાઈ લક્ષ્મીદાસ રોજીવાડીયા (52). રહે. એસપી રોડ ફલોરા-ડી બ્લોક નં. 801 મોરબી, દિલીપભાઈ રણછોડભાઈ દેત્રોજા (45) રહે. રવાપર રોડ તળાવની બાજુમાં મોરબી, ફારુકભાઈ દાઉદભાઈ ચાનીયા (53) રહે. લોહાણાપરા શેરી નં-1 મોરબી, બલભદ્રસિંહ ઉપેન્દ્રસિંહ જાડેજા (66) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ સનાળા રોડ મોરબી, અમિતભાઈ ગુણવંતભાઈ ગોસ્વામી (40) રહે. સુપર માર્કેટ પાછળ ચાણક્યપુરી ઓમ ટાવર ફ્લેટ નં-601 મોરબી, અકબરભાઈ જુસબભાઈ કટિયા (39) રહે. ઈદ મસ્જિદ પાછળ મોરબી, સુભાનભાઈ ઇકબાલભાઈ જેડા (37) રહે. ખ્વાજા પેલેસ જોન્સનગર મોરબી, જુસબભાઇ ગુલમામદભાઇ મોવર (40) રહે. ઈદ મસ્જિદ પાસે મોરબી, પ્રાણજીવનભાઈ સવજીભાઈ સંઘાણી (63) રહે. રાધા ક્રિષ્ના સોસાયટી કેનાલ રોડ મોરબી અને ભરતભાઈ તળશીભાઇ સાંદેસા (35) રહે. મોટી બાંધણી શેરી રુદ્ર પ્લેટ બ્લોક નં- 203 મોરબી વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે 2,08,200 ની રોકડ તથા 1.80 લાખના 11 મોબાઈલ ફોન, એક કાર અને ત્રણ બાઈક આમ કુલ મળીને 10,38,200 ની કિંમતના મુદ્દામાલ સાથે તેઓની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખ છે કે, જે ઓફિસમાં પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી તે ઓફિસમાંથી દારૂની બે આખી અને ત્રણ અડધી બોટલ મળી આવતા પોલીસે કુલ પાંચ બોટલ દારૂ જેની કિંમત 4600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓફિસના માલિક પ્રિયદર્શન પૂર્ણશંકરભાઈ ઠાકર (60) રહે. સોમનાથ સોસાયટી પ્લેટિનમ હાઈટસ- 601 વાળાની સામે દારૂનો પણ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વરલી જુગાર

મોરબીમાં સોરડી પાસે રીયા મંદિર નજીક વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લખતા મકસુદભાઈ મુસાભાઇ ચૌહાણ (37) રહે. સોઓરડી શેરી નં-5 મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 1,000 ની રોકડ કબજે કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે


















Latest News