ભલાઈનો જમાનો નથી !: હળવદના ભલગામડામાં રહેતા યુવાનને ત્રણ શખ્સોએ મારમાર્યો
મોરબી કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીએ 1 વર્ષેની સજા, બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ
SHARE
મોરબી કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીએ 1 વર્ષેની સજા, બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ
મોરબી કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપી અજય ખાડેપાવને એક વર્ષેની સજા અને ચેકની રકમથી બમણી રકમ વ્યાજ સહિત ફરીયાદીને ચુકવવાનો આદેશ કર્યો છે.
આ કેસની વિગત મુજબ ફરીયાદી રાજન જંયતીલાલ દેથરીયા (ટ્રાયસેલ ઈન્કોપોરેશન) એ વર્ષે ૨૦૧૯ માં અજય ખાડેપાવ (ઈશા સપ્લાયર) ને પી.વી.ફેબ્રિક રોલનો માલ ઉધારમાં વેચ્યો હતો. જેની સામે અજય ખાડેપાવએ ફરીયાદીને ૫,૦૦,૦૦૦ નો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ કાયદેસરની નોટીસ આપી હતી. તેમ છતા સામે વાળાએ રકમ ન ચુકવતા મોરબી કોર્ટેમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં ફરીયાદીને પક્ષે રજુ કરેલા પુરાવાઓ, દલીલો અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં લઈને, મોરબીના મહે.એડિશ્નલ ચીફ જયુડિશિયલ મેજી. સી.વાય. જાડેજા સાહેબે આરોપી અજય ખાડેપાવને એક વર્ષની સજા, ચેકની રકમથી ડબલ રકમનો દંડ તેમજ ફરીયાદી દાખલ કર્યાની તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ કર્યો છે. તેમજ જો આરોપી દંડની રકમ અને વ્યાજની રકમ ચુકવવામાં કસુર કરે તો તેને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે આ કેસમાં ફરીયાદી તરફે સીનીયર એડવોકેટ હરીલાલ એમ. ભોરણીયા તથા જાણીતા યુવા એડવોકેટ પ્રદિપ કે. કાટીયા તથા અર્જુન ઉભડીયા રોકાયેલ હતા









