મોરબીમાં વિનામુલ્યે ઉકાળાનું વિતરણ, વિનામુલ્યે એક્યુપ્રેસર પદ્ધતિથી સારવાર
SHARE
મોરબીમાં વિનામુલ્યે ઉકાળાનું વિતરણ, વિનામુલ્યે એક્યુપ્રેસર પદ્ધતિથી સારવાર
મોરબીના સેવાભાવી વૈદ્યરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતૃશ્રી સ્વ.જયાબેન મુળજીભાઇ દશાડિયાના સ્મરણાર્થે તા.૨૫-૧૧ થી તા. ૨૫-૨ સુધી સવારે ૬-૩૦ થી ૮ સુધી વિજય હેર ડ્રેસર, ચકિયા હનુમાનજીના મંદીર સામે, રવાપર રોડ, મોરબી ખાતે આરોગ્યવર્ધક ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.આ ઉકાળો અસાધ્ય રોગો જેવા કે, જુની શરદી, ચિકનગુનિયા, ડેંગ્યુ, કોરોના જેવા અસાધ્ય રોગોમાં રામબાણ ઇલાજ હોય, જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે.
માર્કેટયાર્ડમાં વિનામુલ્યે એક્યુપ્રેસર પદ્ધતિથી સારવાર
મોરબીના માર્કેટયાર્ડમાં હનુમાનજી મંદિર ખાતે આગામી તા.૯-૧૧ ને રવિવારના રોજ સવારે ૮:૩૦ થી ૧૨ વાગ્યા સુધી ઈશ્વરભાઈ મોટકા દ્વારા એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર કરવામાં આવશે.કોઈપણ જાતના સાંધાના દુખાવાનો ઉપચાર આ કેમ્પમાં કરવામાં આવશે.જેનો લાભ લેવા માટે યાદીમાં જણાવાયેલ છે.