વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે ​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી: માટેલ પાસે બીજા માળેથી પડી જતા યુવાનનું મોત


SHARE



























મોરબી: માટેલ પાસે બીજા માળેથી પડી જતા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઈવે ઉપર માટેલ રોડ નજીક યુનીટના લેબર કવાટરમાં બીજા માળેથી નીચે પડી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજેલ છે.
 પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે માટેલ નજીક આવેલ સુરેજા કંપનીના લેબર કવાટરમાં રહીને મજુરી કામ કરતો અજયભાઈ નામનો 28 વર્ષનો યુવાન તા.6-11ના રોજ રાત્રે અગીયારેક વાગ્યે લેબર કોલોનીમાં બીજા માળેથી કોઈ કારણોસર નીચે પડી ગયો હતો.જેથી સારવાર માટે મોરબી સીવીલે લાવવામાં આવ્યો હતો. જોકે અહીં તેનું ટુંકી સારવાર દરમ્યાન મોત નિપજેલ હોય પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી એ ડીવીઝન પોલીસ મથકના એસ.કે. બાલાસરાએ પ્રાથમીક તપાસ કરી વધુ તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરેલ છે.

યુવાનનું મોત
 મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ ઉગાભાઈ ગોહીલ નામના 45 વર્ષના યુવાનને કોઈ કારણોસર અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જો કે ટુંકી સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયું હતું. જેથી બનાવ અંગે જાણ કરવામાં આવેતા બી ડીવીઝન પોલીસ મથકના એચ.એમ. મકવાણાએ બનાવ અંગે તપાસ કરી હતી. તેઓના જણાવ્યા પ્રમાણે હાર્ટએટેકના લીધે ગૌતમભાઈ ગોહીલનું મોત નિપજેલ છે.

વાહન અકસ્માત
 માળીયા મીંયાણા હાઈવે ઉપર વિશાલા હોટલ નજીકના ઓવરબ્રીજ પાસે વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાઓ થતા સમીર મહોમદભાઈ સૈયદ (19) રહે. અંજાર ભુજને તથા મહેબુબ સતારભાઈ લોહાણ (24) રહે. અંજાર ભુજ કચ્છને અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે મોરબીના વાવડી રોડ આરડી માર્ટ પાસે ટુ વ્હીલર વાહન સ્લીપ થઈ જતા ઈજા પામેલ ચંપાબેન પ્રાણજીવનભાઈ અગ્રાવત (77) રહે. ઈન્દ્રપ્રસ્થ સોસાયટી મોરબીને સારવાર માટે લઈ જવાયા હતા.

વૃધ્ધ સારવારમાં
 મોરબીના વાઘપરા શેરી નં.4માં રહેતા લક્ષ્મણભાઈ દેવશીભાઈ હડીયલ નામના 79 વર્ષના વૃધ્ધ બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે જેલ રોડ ઉપર વાહનમાંથી પડી જતા સારવાર માટે અત્રેની ઓમ ઓર્થો. હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જયારે હળવદના મોરબી રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા રાકેશભાઈ કિરીટભાઈ કોટક (60) રહે. વસંત પાર્ક હળવદને વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત
મોરબી સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે સર્વિસ રોડ ઉપરથી જઈ રહેલા કૈલાષભાઈ વિક્રમભાઈ અખોડ (63) હાલ રહે. મોરબી મુળ રહે. આંબેડકરનગર દેવપુર ધુલે મહારાષ્ટ્રને રિક્ષાચાલકે હડફેટે લેતા તેઓને અત્રેની આયુષ હોસ્પીટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા. લજાઈ રહેતો અમીત સુનીલભાઈ નામનો 35 વર્ષનો યુવાન ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે કાર ચાલકે તેને હડફેટે લેતા ઈજાગ્રસ્ત અમીતભાઈને અત્રેની સિવિલે ખસેડાયા હતા.

જયારે મોરબીના બટવાળા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા કોમલબેન પ્રવિણભાઈ દાવા નામના 38 વર્ષના મહિલા કોઈ કારણસર દવા પી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.હળવદ ખાતે પગપાળા જઈ રહેલા ગોદાવરીબેન ઠાકરશીભાઈ સોનગ્રા નામના 72 વર્ષના વૃદ્ધાને બાઈક ચાલકે હડફેટ લેતા તેમજ હળવદના મયુરનગર ગામે ઘરે મારામારીના બનાવમાં ઈજા પામેલ દિનેશભાઈ અમરશીભાઈ સિરોયા નામના 55 વર્ષના આધેડને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે


















Latest News