મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી નજીક કારને હડફેએ લઈને અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE





મોરબી નજીક કારને હડફેએ લઈને અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ નજીક થોડા દિવસો પહેલા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં કારમાં જઇ રહેલા એક જ પરિવારના બાળક સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી જેમાં મહિલાને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટીના પ્લોટ નં-70 માં રહેતા ભાવિનભાઈ પ્રવીણભાઈ રાવલ (36)એ ડમ્પર નંબર જીજે 37 ટી 6944 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ગત તા. 2/11 ના રોજ તેઓ પોતાના પત્ની ધારાબેન તથા દીકરા નીલ સાથે વાંકાનેરથી તેઓની કાર નંબર જીજે 36 એસી 9413 લઈને વાંકાનેરથી તેમના ઘરે ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામ ખાતે માતાજીના પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે લાલપર ગામ નજીક પ્રિયા ગોલ્ડ સિરામિક સામે ડમ્પરના ચાલકે તેનું વાહન બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીની કારને પાછળના ભાગેથી હડફેટે લઈને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદી તથા તેના છ વર્ષના દીકરા નીલને નાના મોટી ઈજાઓ થઈ હતી જોકે કારમાં બેઠેલ ફરિયાદીના પત્ની ધારાબેન (35)ને માથાના ભાગે ગંભીર રીતે ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ડમ્પર ચાલક અકસ્માત થયા બાદ પોલીસને જાણ કર્યા વગર પોતાનું ડમ્પર સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News