વાંકાનેરના મહીકા ગામ પાસેથી બાઇક-બુલેટ વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત: બેને ઇજા
હળવદ નજીક રેન્જ રોવર કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા આશાસ્પદ યુવાનનું મોત
SHARE
હળવદ નજીક રેન્જ રોવર કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા આશાસ્પદ યુવાનનું મોત
હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ હોનેસ્ટ હોટલ સામેથી ડબલ થવાની બાઈક પસાર થઈ રહ્યું હતું જેને રેન્જ રોવર ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદના જુના રાયસંગપર ગામે રહેતા વિષ્ણુપ્રસાદ હિંમતલાલ ત્રિવેદી (59) એ રેન્જ રોવર કાર નંબર જીજે 1 ડબલ્યુ ડબલ્યુ 99 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો દીકરો શિવમભાઈ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (21) અને તેનો મિત્ર અર્પિતભાઈ અનિલભાઈ વીસાણી બાઈક નંબર જીજે 36 એજી 1101 લઈને હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ હોનેસ્ટ હોટલ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કારચાલકે તેઓના ડબલ સવારી બાઈકને હડફેટે લેતા અર્પિતભાઈને મુંઢ ઇજાઓ થઈ હતી અને બાઈકમાં પાછળના ભાગે બેઠેલા શિવમભાઈને માથા તથા પગના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે શિવમભાઈનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ ફરિયાદી વિષ્ણુપ્રસાદ હિંમતલાલ ત્રિવેદીને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હતો જેમાંથી દીકરાનો અકસ્માતના આ બનાવમાં મૃત્યુ નીપજયું છે જેથી કરીને પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે.









