હળવદ નજીક રેન્જ રોવર કારના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા આશાસ્પદ યુવાનનું મોત
વાંકાનેરના માટેલ નજીક કારખાનાની લેબર કોલોનીમાં લોખંડની સીડી ઉપરથી પગ લપસતા ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
વાંકાનેરના માટેલ નજીક કારખાનાની લેબર કોલોનીમાં લોખંડની સીડી ઉપરથી પગ લપસતા ઇજા પામેલા યુવાનનું મોત
વાંકાનેરના માટેલ ગામની સીમ આવેલ સીરમિક કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળે લોખંડની સીડી ઉપરથી પગ લપસતા યુવાન પડી ગયો હતો અને તેને શરીરમાં આંતરિક ગંભીર ઇજા થઈ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી
મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સુજોરા સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતો અને મજૂરી કામ કરતો યોગેશ ઉર્ફે અજય ભીમરાજ ગુર્જર (28) નામનો યુવાન લેબર કોલોનીમાં બીજા માળે હતો ત્યારે ત્યાં લોખંડની સીડી ઉપરથી પગ લપસતા તે નીચે પડી ગયો જેથી તેને શરીરમાં આંતરિક ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









