વાંકાનેરના માટેલ નજીક કારખાનાની લેબર કોલોનીમાં લોખંડની સીડી ઉપરથી પગ લપસતા ઇજા પામેલા યુવાનનું મોત
હળવદના લીલાપુર ગામનો બનાવ: સગાઈ કરવી ન હોવા છતાં પરિવારે કરાવતા ઝેરી દવા પીને યુવાને આયખુ ટુંકાવ્યુ
SHARE
હળવદના લીલાપુર ગામનો બનાવ: સગાઈ કરવી ન હોવા છતાં પરિવારે કરાવતા ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત
હળવદના લીલાપુર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની સગાઈ થઈ ગઈ હતી જોકે યુવાનને સગાઈ કરવી ન હતી જેથી તેને મનોમન લાગી આવતા યુવાને જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની મૃતક યુવાનના માતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોળી બોરીયાદનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના લીલાપુર ગામે સહદેવભાઈ જાદવની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો રસિકભાઈ ચંદુભાઈ રાઠવા (19) નામના યુવાને વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મૃતક યુવાનના માતા વજુબેન ચંદુભાઈ રાઠવા (48) રહે. હાલ લીલાપુર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનની સગાઈ વંકલા ગામે થઈ ગઈ હતી જોકે તેને સગાઈ કરવી ન હતી અને તે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.









