હળવદના લીલાપુર ગામનો બનાવ: સગાઈ કરવી ન હોવા છતાં પરિવારે કરાવતા ઝેરી દવા પીને યુવાને આયખુ ટુંકાવ્યુ
મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાએ કોઈ કારણોસર અંતિમ પગલું ભર્યું: વાંકાનેરના વૃદ્ધાને મોરબીમાં છાતીમાં દુખાવા બાદ મોત
SHARE
મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાએ કોઈ કારણોસર અંતિમ પગલું ભર્યું: વાંકાનેરના વૃદ્ધાને મોરબીમાં છાતીમાં દુખાવા બાદ મોત
મોરબીના બંધુનગર ગામ પાસે આવેલ સોનસેરા સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતી મહિલાએ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લઈને રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
મૂળ ઓરિસ્સાના બાલેશ્વર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બંધુનગર પાસે આવેલ સોનસેરા સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રંજનબેન હરિહર પાતરા (20) નામની મહિલાએ કોઈપણ કારણોસર પોતે પોતાના રૂમને અંદરથી બંધ કરી લીધો હતો અને ત્યારબાદ પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યાં જેથી તે મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ભાવેશભાઈ મોહનભાઈ જીવાણી રહે. ઘુનડા રોડ ઉમિયાનગર સોસાયટી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
વૃદ્ધાનું મોત
વાંકાનેરના રહેવાસી તારાબેન નંદલાલ ગોહેલ (66) નામના મહિલા ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે હતા ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે તેના સગાના ઘરે જતા બેભાન થઈ ગયા હતા. જેથી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેને લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.









