મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા(મી)નાં નાના દહીસરા પાસે ટ્રક ટ્રેઇલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE









માળીયા(મી)નાં નાના દહીસરા પાસે ટ્રક ટ્રેઇલરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

માળીયા તાલુકાનાં નાના દહીસરા ગામના પાટીયા પાસે વાસુકી કોલસાના ડેલા નજીક રોડ ઉપરથી પસાર થતાં બાઇકને ટ્રક ટ્રેઇલરના ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને ઇજા થવાથી યુવાનનું મોત નીપજયું હતું  અને અન્ય એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં મૃતકના ભાઈજીના દીકરા ભાઈની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ટ્રેઇલરના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાનાં વવાણીયા ગામે રામબાઇ માતાજીના મંદીરની પાછળ રહેતા હુશેનભાઇ ઇશાભાઇ સુમરા સંધી મુસ્લીમ (ઉ ૨૮)એ હાલમાં ટ્રક ટ્રેઇલર નં જીજે ૫ બીવી ૧૧૭૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે, નાના દહીસરા ગામના પાટીયા પાસે વાસુકી કોલસાના ડેલા નજીક રોડ ઉપરથી આરોપી પોતાનો ટ્રક ટ્રેઇલર જીજે ૫ બીવી ૧૧૭૯ લઈને જતો હતો ત્યારે મોટર સાયકલ નં જીજે ૩ એપી ૩૭૦૧ ને હડફેટે લીધું હતુ જેમા ફરીયાદીના કાકાના દિકરા ગુલમામદભાઇ જુમ્માભાઇ સુમરા જાતે સંધી (ઉ ૩૫) રહે. વવાણીયા વાળાને શરીરે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજયું હતું તેમજ સાહેદને ઇજા થતા આરોપી પોતાનુ ટ્રક ટ્રેઇલર મુકી નાસી ગયો હતો જેથી હાલમાં પોલીસે ફરિયાદ લઈને ઇ.પી.કો. કલમ ૨૭૯, ૩૦૪(અ) ૩૩૭ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 




Latest News