હળવદ નજીક કારમાં આવેલ ચાર શખ્સોએ ટ્રકમાં નુકશાન કરીને ડ્રાઈવરને મારમાર્યો હોય લૂંટની સ્ટોરી ઘડી કાઢી: ડ્રાઈવર-ટ્રાન્સપોર્ટર સહિત 5 પકડાયા
SHARE
હળવદ નજીક કારમાં આવેલ ચાર શખ્સોએ ટ્રકમાં નુકશાન કરીને ડ્રાઈવરને મારમાર્યો હોય લૂંટની સ્ટોરી ઘડી કાઢી: ડ્રાઈવર-ટ્રાન્સપોર્ટર સહિત 5 પકડાયા
હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ફાઉન્ટન હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક ચાલકના ટ્રક ઉપર પથ્થરના મારવામાં આવ્યા હતા જેથી ટ્રક ડ્રાઇવરે ટ્રકમાં શા માટે નુકસાની કરો છો તેમ કહેતા આરોપીઓએ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને લાકડાના ધોકા વડે મારમારીને શરીરે ઇજાઓ કરી હતી તથા ટ્રકમાં નુકસાન કર્યું હતું જે બાબતે ટ્રાન્સપોર્ટરને જાણ કર્યા બાદ ટ્રકના ડ્રાઇવરે તેની સાથે બે લાખની લૂંટ થયેલ છે તેવો હળવદ તાલુકાના દેવળીયા ગામ પાસે ફાઉન્ટન હોટલ પાસે લુટનો બનાવ બનેલ છે તેવી માહિતી જન રક્ષક 112 ઉપર ફોન કર્યો હતો જો કે, પોલીસે યુક્તિ પ્રયુક્તિથી ટ્રક ડ્રાઈવરની સઘન પુછપરછ કરતાં તેની સાથે કોઈ લુટનો બનાવ બનેલ નથી તેવી માહિતી સામે આવી હતી જેથી પોલીસે કુલ મળીને પાંચ શખ્સોને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મૂળ યુપીને રહેવાસી અને અમદાવાદ બાપુનગર જય બજરંગ ટ્રાન્સપોર્ટની ઓફીસમા રહેતા સુરેશભાઇ સરજુભાઇ આહિર (45)એ ટ્રાન્સપોર્ટર સાથે મળીને પોલીસને ધંધે લગાડી હતી આ બાત સભળીને આંચકો લાગે તેમ છે જો કે, વાત જાણે એવી છે કે, સુરેશભાઇ આહિર હળવદ-માળીયા હાઇવે રોડ ફાઉન્ટન હોટલના ગ્રાઉન્ડમા ટ્રક લઈને ગયા હતા ત્યારે સફેદ કલરની કારમા આવેલ અજાણ્યા ચાર ઇસમોએ ભેગા મળીને તેના ટ્રક નં. જીજે 1 ડીએક્સ 8121 વાળીમા પથ્થરના ઘા માર્યા હતા જેથી તેઓને ટ્રકમાં શા માટે નુકશાની કરો છો તેમ કહ્યું હતું ત્યારે આ શખ્સોએ સુરેશભાઇને ઢીકાપાટુ અને લાકડાના ધોકાથી માર માર્યો હતો જેથી સુરેશભાઈએ બજરંગ ટ્રાન્સપોર્ટ વાળા રાજાભાઇ ઉર્ફે જયેશભાઇ અશોકભાઇ અગ્રવાલ રહે. અમદાવાદ વાળાને આ બનાવની જાણ કરી હતી ત્યારે બાદ રાજાભાઇએ માળીયાના ટ્રાન્સપોર્ટરો સાથે વાત કરીને સુરેશભાઇને જન રક્ષક 112 ઉપર તેને માર મારીને બે લાખની લૂંટ થયેલ છે તેવો ફોન કરાવ્યો હતો. જેથી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ડ્રાઈવર સુરેશભાઇની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવતા તે ભાંગી પડ્યો હતો અને તેના વાહના નુકશાન થયું છે અને તેને માર માર્યો છે તે વાત સાચી પરંતુ તેની પાસેથી બે લાખની લૂંટ થયેલ છે તે વાત ખોટી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સુરેશભાઇને માર મારીને વાહનમાં નુકશાન કરવાની કારમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદી લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જો કે, જન રક્ષક 112 ઉપર ફોન કરીને લૂંટ કરવામાં આવેલ છે તેવી ખોટી માહિતી આપી હતી તે માટે સુરેશભાઇ સરજુભાઇ આહિર રહે. હાલ અમદાવાદ મુળ રહે. યુપી, બજરંગ ટ્રાન્સપોર્ટ વાળા રાજાભાઇ ઉર્ફે જયેશભાઇ અશોકભાઇ અગ્રવાલ રહે. અમદાવાદ, નીલેશભાઇ અગ્રવાલ રહે. અમદાવાદ, ઇરફાન ટ્રાન્સપોર્ટ વાળા હૈદરભાઇ મોવર રહે. માળીયા મી. અને અબ્દુલભાઇ ભટ્ટી રહે. માળીયા મી. વાળાને પકડીને પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.









