મોરબીમાં ઘરના દરવાજાના તાળા તોડી ચોરી કરવા ઘૂસેલા શખ્સને ઘરધણીએ રંગે હાથે પકડ્યો
SHARE
મોરબીમાં ઘરના દરવાજાના તાળા તોડી ચોરી કરવા ઘૂસેલા શખ્સને ઘરધણીએ રંગે હાથે પકડ્યો
મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા ઘરના દરવાજાના તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે ઘરધણી દ્વારા તેને રંગ યાદ પકડી લેવામાં આવ્યો હતો અને આ અંગેની પોલીસને જાણ પણ કરીને પકડાયેલ શખ્સને પોલીસને હવાલે કરવામાં આવેલ હતો.
મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર અવારનવાર રાત્રિના સમયગાળા દરમિયાન ચોરીની ઘટનાઓ બનતી હોય છે તેવામાં મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર ચંદ્રબિંદુ હેર આર્ટની બાજુમાં રહેતા અમિતભાઈ હરિદાસભાઈ વેદ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે કે, શુક્રવારે રાત્રિના સમયગાળામાં તેઓ જે મકાનમાં રહે છે તેની બાજુમાં તેમનું બીજું મકાન આવેલું છે અને તે મકાનના રાત્રિના સમયગાળા દરમિયાન તાળા તોડવામાં આવ્યા હતા જેથી તેમણે તાત્કાલિક 112 ઉપર ફોન કર્યો હતો માટે પોલીસની પીસીઆર વાન ત્યાં દોડી આવી હતી અને સ્થળ ઉપર જે શખ્સને મકાનના તાળા તોડવા માટે રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો તેને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. જો કે, હજુ આ બનાવ સંદર્ભે કોઈ ગુનો નોંધાયેલ નથી.









