મોરબીમાં ઘરના દરવાજાના તાળા તોડી ચોરી કરવા ઘૂસેલા શખ્સને ઘરધણીએ રંગે હાથે પકડ્યો
મોરબીમાં લોકોની સુવિધા માટેના અનેક કામો ચાલુ છે, આંદોલન પહેલા પૂરી માહિતી લેવા સિટી ઇજનેરની અપીલ
SHARE
મોરબીમાં લોકોની સુવિધા માટેના અનેક કામો ચાલુ છે, આંદોલન પહેલા પૂરી માહિતી લેવા સિટી ઇજનેરની અપીલ
મોરબી શહેરમાં મહાપાલિકા દ્વારા જુદાજુદા વિસ્તારમાં લોકોની સુવિધામાં વધારો થાય તેના માટેના અનેક કામ કરવામાં આવે છે જો કે, છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા જુદાજુદા પ્રશ્નોને લઈને રોડ ઉપર આવીને આંદોલન કરવામાં આવે છે જેથી લોકોને મહાપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી આપવા માટે અને કોઈપણ આંદોલન કરતાં પહેલા લોકોએ મહાપાલિકામાંથી પૂરી માહિતી મેળવી લેવી જોઇએ તેવી અપીલ મહાપાલિકાના સિટી ઈજનેરે કરી હતી.
મોરબી મહાપાલિકાના સિટી એન્જિનિયર હિતેશભાઈ આદ્રોજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મોરબીમાં લોકોની સુવિધામાં વધારો થાય તેના માટે અનેક પ્રકલ્પો મંજૂર કરવામાં આવેલ છે અને તેના કામ ચાલી રહ્યા છે જો કે, લોકો પાસે પૂરી માહિતી હોતી નથી કે પછી તેઓને આપવામાં આવતી નથી. અને રસ્તા રોકો આંદોલન જેવા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે તેના બદલે લોકોએ પહેલા મહાપાલિકામાંથી માહિતી મેળવવી જોઈએ. તાજેતરમાં જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રસ્તા ઉપર કામ ચાલી રહ્યું છે અને અને લોકોએ આંદોલન કરીને જે માંગણી કરી હતી તે કામનો સમાવેશ ટેન્ડરમાં કરવામાં આવ્યો જ છે. જો કે, ચોમાસાના લીધે કામમાં વિલંબ થયો છે. પરંતુ આ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ, ગટર ઉભરાવાની સમસ્યા સહિતના પ્રશ્નો ઉકેલાઈ જાય તે પ્રકારનું કામ હાલમાં કરવામાં આવી રહ્યું છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેને ગણતરીના મહિનાઓ જ થયેલ છે અને જો લોકો દ્વારા મહાપાલિકાના કામમાં સહકાર આપવામાં આવશે તો વર્ષો જૂની જેટલી પણ સમસ્યાઓ જે પણ વિસ્તારમાં હશે તેવી આગામી સમયમાં સો ટકા નિકાલ થઈ જશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. મોરબીમાં કુલ મળીને 22 રોડના કામ મંજૂર કરવામાં આવેલ છે જેમાંથી 5 કામ પ્રગતિ હેઠળ છે. અન્ય કામોમાં ટેન્ડર હેઠળ છે. અને કોઈપના વિસ્તારમાં લોકોના જે પ્રશ્ન હોય તે મહાપાલિકા સુધી પહોંચાડવામાં આવશે તો તેનું વહેલમાં વહેલી તકે નિરાકરણ લાવવા માટેના પૂરતા પ્રયત્ન કરવામા આવશે.









