વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે ​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા વિનામુલ્યે ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન


SHARE



























મોરબી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા વિનામુલ્યે ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન

મોરબીની શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા વિનામુલ્યે ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો.જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ.હિરલ જાદવાની, ડૉ.પ્રતિક દેસાઈ, ડૉ.ધ્વનિ નિમાવત અને ડૉ.ખ્યાતિ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ડૉ.રાહુલ છતલાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંચાલિત થયું હતુ.દર્દીઓની તપાસ ઉપરાંત જાગૃતિ પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બન્યા હતા.વિશેષમાં તમામ ડૉક્ટરો દ્વારા લોકોમાં ફિઝીયોથેરાપી શું છે ? અને તેના લાભ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.કેમ્પ દ્વારા સ્થાનિક રહેવાસીઓને ફિઝીયોથેરાપીની મહત્વતા અંગે માર્ગદર્શન અને આરોગ્ય લાભ મળ્યો હતો.શ્રી આર્યતેજ ગ્રૂપ ઑફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના સેવાભાવી પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા આરોગ્ય કેમ્પોનું આયોજન થતું રહે તેવી ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.


















Latest News