વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે ​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની કુલ ત્રણ રેડ: બે બોટલ અને ત્રણ બિયર સાથે ત્રણ શખ્સ પકડાયા


SHARE



























મોરબીમાં દારૂની કુલ ત્રણ રેડ: બે બોટલ અને ત્રણ બિયર સાથે ત્રણ શખ્સ પકડાયા

મોરબી શહેરના જુદા જુદા ત્રણ વિસ્તાર ની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે જુદી જુદી ત્રણ જગ્યાએથી કુલ મળીને દારૂની બે બોટલ તથા બિયરના ટીન સાથે ત્રણ વ્યક્તિઓ પકડાયા હતા જેની સામે પોલીસે ગુના નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા સત્યમ હોલ વાળી શેરીમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 2500 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે અંકિત કાનજીભાઈ અમૃતિયા (32) રહે. પંચાસર રોડ રાજનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપરથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બિયરના ત્રણ ટીન મળી આવતા 300 રૂપિયાની કિંમતમાં બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રાહુલભાઈ ભરતભાઈ સારલા (25) રહે. નવલખી રોડ બાયપાસ રોકડીયા હનુમાન મંદિર સામે ઘુચરની વાડી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને પ્રાથમિક તપાસમાં આ બિયરનો જથ્થો અફઝલ કાસમભાઇ સંઘવાણી રહે. લાતી પ્લોટ મોરબી વાળા પાસેથી મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને બંને સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે.

મોરબીમાં સર્કિટ હાઉસ સામે વિદ્યુત નગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 673 ની કિંમત ની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી દિનેશભાઈ સોમાભાઈ પુરબીયા (36) રહે. વિવિધ નગરના ઢાળ આગળ મફતીયા પરામાં સર્કિટ હાઉસ સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.


















Latest News